Sabarkantha Lightning strike: સાબરકાંઠામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બે અલગ અલગ જગ્યાઓ પર વીજળી ત્રાટકી છે. વડાલી તેમજ ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મા તાલુકાના નવા મારવાડા ગામે વીજળી(Sabarkantha Lightning strike) પડવાના લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે. જેના કારણે એક મજૂરનું મોત થયું હતું અને બે બચી ગયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
વીજળી પડતાં જ આગ ફાટી નીકળી હતી
સાબરકાંઠા જિલ્લામાં ખેતરોમાં કામ કરી રહેલા મજૂરો પર વીજળી પડવાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખેતરમાં કામ કરી રહેલા મજૂરો પર વીજળી પડી હતી. વીજળી ત્રાટકી તે ક્ષણે, ખેતરો જાણે આગમાં હોય તેમ તેજથી પ્રકાશિત થઈ ગયા. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે 31 જુલાઈ પહેલા રાજ્યમાં વરસાદથી કોઈ રાહત નહીં મળે.
એક વ્યક્તિનું મોત
વરસાદી વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયુ છે અને એક વ્યક્તિ ઘાયલ થયા છે. વડાલી તાલુકાના થુરાવાસ ગામે ચાર જેટલા ખેત મજૂર વરસાદ ચાલુ થતા લીમડાના ઝાડ નીચે ઉભા હતા, ત્યારે અચાનક વીજળી પડતા એક ખેત મજુરનું મોત થયુ અને એક ખેત મજુરને ગંભીર ઈજાઓ પહોંચી, ત્યારે ઈજાગ્રસ્ત ખેત મજૂરને તાત્કાલિક વડાલી સિવિલ હોસ્પિટલમાાં ખસેડવામાં આવ્યો અને ત્યારબાદ હાલમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ત્યારે જે એક ખેત મજૂરનું મોત થયુ છે, તેના મૃતદેહનું વડાલી સિવિલમાં પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
સાબરકાંઠામાં વીજળી પડતા એક યુવાન બળીને ભડથું; જુઓ LIVE વિડીયો#Sabarkantha #Sabarkanthanews #Viral #ViralVideo #Trending #gujaratupdate #Gujarat #news #newsupdate #trishulnews pic.twitter.com/G3PYo6o4Vr
— Trishul News (@TrishulNews) July 29, 2024
પ્રાંતિજના રેલવે અંડરપાસમાં પાણી ભરાયા
સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે પ્રાંતિજના રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે અને બાકલપુર, વદરાડ, હરસોલને જોડતા અંડરપાસમાં પાણી ભરાવાથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
ત્યારે હિંમતનગરમાં ભારે વરસાદને લઈ હાથમતી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કુંપ, હમીરગઢ, જાંબુડી જતા રસ્તા પર પાણી ફરી વળ્યું છે જેના કારણે કોઝવે પરની અવર-જવર બંધ કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App