Suicide in Rajkot: રાજ્યમાં અવારનવાર આપઘાત (Suicide)ના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે આવી જ એક ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો રાજકોટ (Rajkot) તાલુકાના ખોરણા (Khorana) ગામે રહેતા અને એક વર્ષ પહેલા જ લગ્ન કરનાર યુવકે ગઇકાલે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide in Khorana) કરી લીધો હતો અને જેને કારણે કુવાડવા પોલીસ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં કોઈએ ઝેરી દવા પાઇ લટકાવી લીધો હોવાનો પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે જેને લઇ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ નજીક ખોરાણા ગામે રહેતા 27 વર્ષીય વિજય ઉમેશભાઈ સોલંકી નામના યુવાને ગઈકાલે સાંજે પોતાના ગામે ઘરમાં છતના હુકમાં સાડી બાંધી ગળેફંસો ખાઈ જીવનનો અંત આણી લીધો હતો. આ અંગેની જાણ પરિવારને થતા તેઓએ 108 ને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ 108ના સ્ટાફે તપાસી યુવકને મૃત જાહેર કરવામાં આવતા કુવાડવા પોલીસ સ્ટેશન સ્ટાફ ઘટના સ્થળે આવી પહોચ્યો હતો.
મહત્વનું છે કે, પોલીસની પ્રાથમિક તપાસમાં વિજયના એક વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું હતું તેણે પત્નીના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લોહી પણ નીકળી ગયું હોવાથી આ બનાવ અંગે કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી અને મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાન શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી એન્જલ મોબાઈલ નામની દુકાન ચલાવી રહ્યો હતો અને પોતે બે ભાઈમાં નાનો હતો અને તેની પત્ની છેલ્લા એક વર્ષથી રિસામણે છે. માતા નંદાબેન બેન્કના કામેથી બહાર ગયા હતા પછી પાછા આવતા જ પુત્ર વિજયને લટકતી હાલતમાં જોતા આસપાસના લોકોને જાણ કરવામાં આવી હતી. તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પુત્ર વિજયને કોઈએ ઝેરી દવા પીવડાવી લટકાવી લીધો છે. પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.