રાજકોટમાં ખાનગી બસ ચાલકે લીધો માસુમનો જીવ- ઘટના સ્થળે જ 12 વર્ષીય કિશોરનું કમકમાટી ભર્યું મોત

રાજકોટ(Rajkot): શહેરમાં અકસ્માત (Accident in Rajkot)ની વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. હજુ 2 દિવસ પહેલા જ શહેરના પોશ વિસ્તારમાં પૂરપાટ…

રાજકોટ(Rajkot): શહેરમાં અકસ્માત (Accident in Rajkot)ની વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. હજુ 2 દિવસ પહેલા જ શહેરના પોશ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કારે યુવતીને જોરદાર ટક્કર મારી અડફેટે લીધી હતી. ત્યારે આજરોજ ફરી એક જીવલેણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ટેલિફોન એક્સચેન્જ પાસે ઓવરબ્રિજ પર ખાનગી બસ (Private bus accident)ની અડફેટે કાકા-કાકી સાથે બાઈક પર જતાં 12 વર્ષીય ભત્રીજાનું મોત (Boy died) નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. દર્દનાક અકસ્માતને પગલે ડ્રાઈવર બસ મૂકીને ફરાર થતા પોલીસ દ્વારા બસ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અકસ્માત માં 12 વર્ષીય કિશોરનું કમકમાટી ભર્યું મોત:

મળતી માહિતી અનુસાર, રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલીફોન એક્સચેન્જ ખાતેના ઓવરબ્રિજ ઉપર એક ખાનગી બસે બાઈકને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર કાકા અને કાકી સાથે જતા 12 વર્ષના ઉદયરાજસિંહ વિરલસિંહ ચુડાસમાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ જતા જ ધન્વીર ટ્રાવેલ્સ લખેલી બસનો ડ્રાઈવર બસ મુકીને ફરાર થઇ ગયો હતો.

પુરપાટ ઝડપે આવતી ખાનગી બસે સર્જ્યો અકસ્માત:

મૃતકનાં કાકા અજયસિંહ ચુડાસમાએ જણાવતા કહ્યું હતું કે, તેઓ પત્ની અને 12 વર્ષના ભત્રીજા ઉદયરાજસિંહ સાથે બાઇકમાં નાણાવટી ચોકથી હુડકો ચોકડીએ જઈ રહ્યા હતા. રૈયારોડ ટેલિફોન એક્સચેન્જનાં ઓવરબ્રિજ પર પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસે ઠોકર મારતા ત્રણેય ફંગોળાયા હતા. આ દર્દનાક અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં ભત્રીજા ઉદયરાજસિંહનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ:

બીજી બાજુ સ્થાનિકોએ જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર આવી પહોચ્યો હતો અને ખાનગી ટ્રાવેલ્સ બસને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી અને 12 વર્ષના ઉદયરાજસિંહનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર ડ્રાઈવરને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે મૃતકનાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *