સુરત(ગુજરાત): ભરબપોરે સુરતમાં બારડોલીના નાંદીડા ચોકડી પર એક વેપારી યુવક પર 3 અજાણ્યા યુવકો મોટરસાયકલ પર આવી યુવક પર ફાયરિંગ કરી નાસી ગયા હતા. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પણ ત્યાં તેનું મૃત્યુ થયું હતું. અગાઉ 6 માસ પહેલા આજ યુવક પર પણ દુકાન બંધ કરતી વખતે ચપ્પુથી હુમલો થયો હતો. અંગત કારણોસર હત્યા કરી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. પોલીસે સીસી કેમેરાની ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
બારડોલી નગરના પાઠક ફળિયામાં રહેતા નિખિલ સુજીતભાઈ પ્રજાપતિની નાંદિડા ચોકડી પર શ્રીરામ ગ્લાસ નામની દુકાન આવેલ છે. ગુરુવારે બપોરના 3 વાગ્યાના સમયે દુકાનથી પોતાની મોટરસાયકલ પર બેસી કોઈ કામ કટે બાર જી રહ્યો હતો ત્યારે અચાનક સામેથી 3 અજાણ્યા યુવકો મોટર સાયકલ પર આવી નિખિલ પ્રજાપતિ પર પિસ્તોલથી ફાયરીંગ કરી ત્યાંથી નાસી ગયા હતા. લોકો કઈક સમજે તે પહેલાં ફાયરિંગ કરનાર વ્યક્તિઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
યુવકને તાત્કાલિક સારવાર માટે સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેણે મૃત જાહેર કર્યો હતો. પોલીસે આજુ બાજુની દુકાનોના સીસી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં એક ફુટેજમાં મોટર સાયકલ પર 3 અજાણ્યા યુવકો દેખાતા, ફૂટેજ લઈ આગળની તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન, જિલ્લા પોલીસ વડા ઉષા રાડા પણ સ્થળ પર પહોચી ગયા હતા.
જાન્યુઆરી માસના છેલ્લા વિકમાં પણ નિખિલ પ્રજાપતિ પર પોતાની દુકાન બંધ કરતી વખતે અજાણ્યા યુવકોએ જમણા હાથ પર ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ હાલમાં પિસ્તોલથી ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. હત્યા અંગત અદાવતમાં કરવમાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.
સ્થાનિકના જણાવ્યા અનુસાર, હું ફોન પર વાત કરતો હતો, તે દરમિયાન એક ધડાકાનો અવાજ થયો, મને લાગ્યું કે કોઈક વાહનનું ટાયર ફાટ્યું હશે. પરંતુ ફરીને જોયું તો એક યુવક લોહી લુહાણ હાલતમાં મોટર સાયકલ પરથી પડી ગયો હતો. અને ત્રણ યુવકો વણેસા તરફ એફઝી જેવી દેખાતી મોટરસાયકલ પર ભાગી રહ્યા હતા.
નિખિલને નગરમાં જ રહેતા કેતન નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ તે ઘરે અવર જવર પણ કરતો હતો. થોડા સમય પછી મિત્રની પત્નીએ અચાનક છૂટાછેડા માગ્યા હતા. કોર્ટમાં છુટા છેડા થયા બાદ નિખિલ પ્રજાપતિએ પોતાના મિત્રની પત્ની સાથે મેરેજ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેથી પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે.
હાલ પોલીસે એક શકમંદની પુછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સારવાર માટે નિખિલને સરદાર સ્મારક હોસ્પિટલમાં લવાયો હતો. જુવાન જોધ દીકરાને જન્મ મરણ વચ્ચે ઝોલા ખાતા જોઈ વૃદ્ધ માતા પિતા અને તેનો ભાઈ તૂટી પડ્યા હતા. થોડી વારમાં નિખિલની ગર્ભવતી પત્ની પણ હોસ્પિટલમાં આવી પહોંચી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.