કોરોના સંક્રમિત દર્દીઓમાં દેખાઈ રહી છે આ ભયંકર બીમારી- એકસાથે 30 દર્દીઓને ખસેડાયા સારવાર હેઠળ

હાલ રાજ્યમાં કોરોનાનો કહેર બેકાબુ બન્યો છે. આ દરમિયાન સુગર ધરાવતા કોરોના સંક્રમિત દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસ ફંગસનું જોખમ વધ્યું છે. આ પ્રકારની બીમારી ધરાવતા દર્દીઓનું પ્રમાણ…

હાલ રાજ્યમાં કોરોનાનો કહેર બેકાબુ બન્યો છે. આ દરમિયાન સુગર ધરાવતા કોરોના સંક્રમિત દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસ ફંગસનું જોખમ વધ્યું છે. આ પ્રકારની બીમારી ધરાવતા દર્દીઓનું પ્રમાણ પણ રાજ્યમાં ચિંતાનું કારણ બન્યું છે. અમદાવાદમાં જ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં યુકોરમાઇકોસિસના દર્દીઓના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. શહેરમાં સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની બીમારી ધરાવતા 30થી વધુ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

જાણવા મળ્યું છે કે, હાલ અમદાવાદ સિવિલ ખાતે દરરોજના સરેરાશ 3થી વધુ દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે આવી રહ્યા છે. દિવાળી બાદ જ્યારથી કોરોનાના કેસમાં વધારો થયો ત્યારથી ડિસેમ્બર સુધી મ્યુકોરમાઇકોસિસના 125 દર્દીઓને અમદાવાદ સિવિલ ખાતે સારવાર આપવામં આવી હતી. આ પછી ફેબ્રુઆરી સુધી તેના માંડ 2 જેટલા દર્દી આવ્યા હતા. પરંતુ છેલ્લા 10 દિવસથી ફરી એકવાર મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.

મળતી માહિતી મુજબ, મ્યુકોરમાઇકોસિસના લક્ષણો જણાતા દર્દીનો સી.ટી-સ્કેન અને MIR કરાવી ઇન્ફેક્શનનું પ્રમાણ ચકાસવામાં આવે છે. આ ઉપરાંત, ફંગસનું સેમ્પલ લઇ તેની બાયોપ્સી કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાના રિપોર્ટના આધારે ફંગસ આંખ, નાક અને મગજ સહિતના શરીરના કયા-કયા ભાગમાં ફેલાઇ ચૂકી છે તેનું નિદાન કરવામાં આવે છે. આ અંગે સિવિલ હોસ્પિટલના ડોકટરોનું કહેવું છે કે, ‘કોરોના થાય તો વિશેષ કરીને ડાયાબિટિસના દર્દીઓએ ડાયાબિટિસમાં વધારો ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઇએ. કોરોનાની સારવાર બાદ ખાસ કરીને અનકન્ટ્રોલ્ડ ડાયાબિટિસના દર્દીઓમાં તેનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે.

આ પ્રકારના દર્દીઓમાં પ્રાથમિક લક્ષણ સાયનસનું ઇન્ફેક્શન હોય છે. સાયનસનું ઇન્ફેક્શન થાય તો તેમાં ફંગલ ઇન્ફેક્શન થાય અને ત્યારબાદ તે ગતિ પકડે છે. આ ઉપરાંત દર્દીને ઉપલા જડબામાં દુ:ખવું, ઉપલા જડબાના દાંત એકદમ ઢીલા પડી જવા, આંખ-ગાલની આજુબાજુના ભાગમાં દર્દ થવું, સાયનસના ઇન્ફેક્શન સાથે માથામાં અસહ્ય દુઃખાવો થવો, મોઢાના ભાગમાં સોજો આવવો જેવા કોઇ પણ પ્રકારના લક્ષણ જણાય તો તુરંત ઇએનટી સર્જનનો સંપર્ક કરવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *