રાજકોટમાં નજીવી બાબતે ઝઘડો થતાં જાહેરમાં જ છરીના ઘા ઝીંકીને કરાઈ યુવકની હત્યા- ઘટના CCTVમાં થઈ કેદ

સમગ્ર રાજ્યમાં હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ હત્યાની એક ઘટના સામે આવી છે. રાજકોટમાં આવેલ ગોંડલ રોડ પર આજે વહેલી સવારમાં વાહન અથડાવવા જેવી નજીવી બાબતે ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો હતો. વાહન અથડાતાં એક યુવકને ભરબજારમાં છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યાં હતાં. ઘટનાને લઈ આજુબાજુના લોકોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. જો કે, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

ઉગ્ર બોલાચાલી પછી યુવકને છરીના ઘા ઝીંકી દીધા :
ઘટના CCTVમાં કેદ થતાં પોલીસ દ્વારા CCTVના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ ઘટનામાં યુવકને ગંભીર રીતે ઈજા પહોંચતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે, ગોંડલ રોડ એક વાહન અન્ય વાહન સાથે અથડાતા મામલો બિચકાયો હતો તથા ઉગ્ર બોલાચાલી પછી યુવકને છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા.

સાઈડ કાપવા જેવી બાબતે માથાકૂટ થઈ હતી :
ફરિયાદી સાગર ગળચરે પોલીસ સ્ટેશનમાં નોંધાયેવી ફરિયાદમાં  હતું કે, પોતે ગોંડલ રોડ પર ભૂતખાના ચોક નજીક વહેલી સવારે પસાર થઈ રહ્યાં હતા ત્યારે આરોપી પાર્થ, સમીર ઉર્ફે ભાણો તથા અન્ય એક વ્યક્તિએ ગાડીની સાઈડ કાપવા બાબતે ગાળો બોલી હતી.

ત્યારબાદ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. જ્યારે પાર્થ તથા સમીરની સાથે રહેલ એક વ્યક્તિ સાગરને છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ ભાગી ગયાં હતાં. જેને લીધે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે ત્રણેયની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી :
હાલમાં તો પોલીસ દ્વારા આરોપી પાર્થ, સમીર તથા અન્ય એક વ્યક્તિની વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ ત્રણેય શખ્સની વિરુદ્ધ IPC કલમ 323, 324, 504, 114 તથા કલમ 37(1) મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *