લાખો રૂપિયાની ચોરી થતા યુવકે રાખી મોગલ માંની માનતા, ત્યારે ચોર બે હાથ જોડીને પાછા આપવા આવ્યો રુપીયા…

માં મોગલને અઢારે વરણની માતા માનવામાં આવે છે. આ ઘોર કળયુગમાં મોગલનો મહિમા અપરંપાર છે. માં મોગલના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા…

માં મોગલને અઢારે વરણની માતા માનવામાં આવે છે. આ ઘોર કળયુગમાં મોગલનો મહિમા અપરંપાર છે. માં મોગલના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે. જયારે પણ ભક્તોના જીવનમાં દુ:ખ આવે ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરે છે અને માં મોગલ પર વિશ્વાસ રાખી માનતા માને છે અને પૂર્ણ થતા માં મોગલના દરબારે આવી પહોચે છે.

તેમના પરચા માત્ર દેશમાં જ નહિ, પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે. ત્યારે આજે આપણે માં મોગલ ના એક એવા પરચા વિશે વાત કરીશું કે જેમાં રાજકોટ જીલ્લાના છેવાડાના થોરીયાડીના વિંછીયા ગામના ઉમંરલાયક કાકા મનસુખ ભાઈ રુખડ ભાઈ પોતાની માનતા પૂરી કરવા કબરાઉં ધામ આવી પહોચ્યા હતા. આ દરમિયાન માં મોગલના ચરણોમા પોતાનું શિશ નમાવી માતાજીના આશીર્વાદ લીધા બાદ જયારે તેઓ મણીધર બાપુના શરણે પહોંચ્યા હતા તેઓની આંખમાં આંસુ હતા.

આ દરમિયાન મણીધર બાપુએ પુછયુ હતું કે, શેની માનતા હતી. આ દરમિયાન ચોધર આંસુએ રડતા રડતા તેઓ જણાવી રહ્યા હતા કે મારા ઘેર ચોરી થઈ હતી ચોર 1 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારે મેં માં મોગલનું સ્મરણ કર્યું અને માનતા રાખી કે મારા નીતિના અને મહેનતના પૈસા માવડી હોય અને તું જો સાક્ષાત હજુ બેઠી હોય તો સાડા ત્રણ દિવસમાં મારા પૈસા પાછા મને મળી જાય.

ત્યારે માનતા માન્યના ચોવીશ કલાક પણ નથી થયા અને ચોર બે હાથ જોડીને આ રુપીયા પાછા આપવા આવ્યા હતા. તેની મારે માં મોગલની બાધા હતી કે માતાજીના ચરણો મા હું એકાવન હજાર વાપરીશ. આ સમયે મણીધર બાપુએ રૂપિયા હાથમાં લઈને જણાવ્યું કે આ કોઈ માતાજીનો ચમત્કાર નથી. આ તમારો માં મોગલ પર મુકેલો વિશ્વાસ શ્રદ્ધા અને આસ્થા છે જેના કારણે આજે તમને રૂપિયા પરત મળ્યા છે અને ચોરને માતાજી સુખી રાખે એને કંઈ કરતા નહીં તમે એને પસ્તાવો થયો તે જ તેના માટે મહત્વનું છે.

સાથે જ વધુમાં મણીધર બાપુએ જણાવ્યું હતું કે, આ રૂપિયા માં મોગલને જોઈતા નથી એમ કહીને દીકરીઓના હાથમાં આપીને જણાવ્યું કે આ તો આપનારી આઈ છે. તેમજ અંધશ્રદ્ધામાં ફસાસો નહીં અને વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો આસ્થા રાખો આ મોગલ ભાવિ ભક્તોના કામ જરૂર કરે છે. આ દરમિયાન કાકા ચોધાર આંસુએ રડીને જણાવી રહ્યા હતા કે મને વિશ્વાસ હતો આસ્થા હતી મારી માં પર અને એ આસ્થા પૂરી કરી છે. એટલે જ તો કહેવાય છે કે, જ્યાંથી દુનિયાનો અંત આવે ત્યાંથી જ માં મોગલની શરૂવાત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *