સચિનમાં પગાર લેવા નીકળેલા યુવકનો કાળ સાથે ભેટો; ડિવાઈડર સાથે બાઈક અથડાતાં મોત

Sachin Accident: સચીનમાં માર્ગ અકસ્માતના બે બનાવમાં સચીન રોડ ઉપર બાઇક સ્લીપ થયા ડિવાઇડર સાથે ભટાકાતા ઇજા પામેલા ત્રણ મિત્રો પૈકી એક યુવાનનું ધટના સ્થળે મોત(Sachin Accident) નીંપજયું હતું. બીજા બનાવમાં ટેમ્પો પલ્ટી થતા ગંભીર ઇજા પામેલા યુવાન મોતને ભેટયો હતો.

ગંભીર ઇજા થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત
નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચીનમાં તંલગપુરગામ શિવનગર પાસે પટેલનગરમાં રહેતો 20 વર્ષીય બલરામ દેવરાજ છટાઇ ગત સાંજે તેના મિત્ર સમીર અને સુમીત સાથે બાઇક પર લાજપોર તરફ ફરવા નીકળ્યા હતા. તે સમયે સચીનના કનસાડ રોડ બ્રીજ પાસે બાઇક સ્લીપ થઇને ડિવાઇડ સાથે ભટકાતા બલરામને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું.

જયારે તેના બે મિત્રને સામાન્ય ઇજા થઇ હોવાનું સુત્રો કહ્યુ હતું. જયારે બલરામ તેના પરિવારના સભ્યો સાથે આજે શનિવારે વતન ઓરીસ્સામાં ગંજામ ખાતે સંબંધીના લગ્ન હોવાથી જવાનો હતો. તેને એક ભાઇ અને એક બહેન છે. તે સંચાખાતામાં કામ કરતો હતો.

પલ્ટી થતા અકસ્માત સર્જાયો
બીજા બનાવમાં સચીનમાં હોજીવાલા ખાતે લુસ્મખાતામાં કામ કરતો ત્યાં રહેતો 24 વર્ષીય કિરણ બાબુભાઇ પરમાર ગત રાતે ટેમ્પામાં જમવાનું લઇને પરત આવતો હતો. તે સમયે સચીન હોજીવાલા રોડ નં-17 ઉપર ટેમ્પો પલ્ટી થતા અકસ્માત સર્જાતા કિરણને ગંભીર ઇજા થતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ બનાસકાંઠામાં દિસાનો વતની હતો. તેની બે બહેન અને એક ભાઇ છે. આ બંને બનાવ અંગે સચીન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પરિવાર શોકમાં ગરકાવ
કિરણનો પરિવાર વતનમાં રહે છે જ્યારે અહીં તે મામાના દીકરા સાથે રહેતો હતો. લુમ્સના ખાતામાં હેલ્પર તરીકે કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. પરિવારમાં એક ભાઈ અને એક બહેન છે. જ્યારે બલરામ પરિવાર સાથે આજે વતનમાં સંબંધીના લગ્ન પ્રસંગ હોવાથી આજે વતન જવાના હતા. જો કે આજે તેનું મોત થઈ જતાં પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે.