તાજેતરમાં એક ખુબ જ દુઃખદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં અરવલ્લી જિલ્લાના માલપુર ગામના બજારમાં આજે બપોરના 12:30 વાગ્યાના અરસામાં વીજળીના થાંભલામાં ફસાઈને તરફડિયાં મારતા કબૂતરનો જીવ બચાવવા માટે થાંભલા પર ચડેલા શ્રમજીવી યુવાનને વીજકરંટ લાગવાથી જમીન પર પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હાલમાં આ બનાવના પગલે સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વીજતારમાં ફસાયેલા પક્ષીનું રેસ્ક્યૂ કરવા ગયેલા યુવકને કરન્ટ લાગતાં મોત #Gujarat #ગુજરાત #Viral_Video pic.twitter.com/eh4DXKnsoT
— Trishul News (@TrishulNews) June 11, 2021
મળતી માહિતી મુજબ, આજે માલપુરના બજારમાં આવેલા વીજ થાંભલામાં એક કબૂતર ફસાઈ ગયું હતું. લોકોની અવરજવર થઈ રહી હતી અને ઘણા લોકો થાંભલામાં ફસાયેલા કબૂતરને જોઈ રહ્યા હતા. પરંતુ, કબૂતરને બચાવવા માટે કોઈ આગળ આવ્યું નહોતું. આ દરમિયાન દિલીપભાઇ પણ બજારમાં આવ્યા હતા. એ વખતે તેમણે વીજતારમાં ફસાયેલા કબૂતરને તરફડિયાં મારતા જોયું હતું.
આ તરફડિયાં મારતા કબૂતરને બચાવવા માટે ક્ષણભરનો પણ વિચાર કર્યા વિના તેમણે થાંભલા પર ચડવાનું નક્કી કરી લીધું હતું. ત્યારે કબૂતરને બચાવવા માટે લાંબી લાકડી ન મળતાં દિલીપભાઈએ લોખંડની પાઈપ આગળ લાકડાનો ડંડો બાંધી દીધો હતો અને થાંભલા પર ચડીને બચાવવાની કામગીરી હાથધરી હતી.
આ દરમિયાન દિલીપભાઈ સામે બજારમાં કોઈએ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ, એક જાગ્રત નાગરિક દિલીપભાઈની દરેક ગતિવિધિનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી રહ્યો હતો. દિલીપભાઈ વીજ થાંભલા પર ચડીને ડંડા વડે વીજ તારમાંથી તરફડિયાં મારતા કબૂતરને બચવા માટે કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ડંડો તારને અડી ગયો હતો અને અચાનક જ ધડાકાભેર વીજળીનો ઝાટકો દિલીપભાઈને લાગ્યો હતો.
જેને કારણે દિલીપભાઈ ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા અને તેમને માથામાં ગંભીર ઈજાઓ થતાં પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. ઘડી ભરમાં થાંભલા પર ચડેલા દિલીપભાઈ જમીન પર પટકાતાં આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા. અને તેમને સારવાર અર્થે ખસેડાય એ પહેલા જ તેમનું કરુણ મોત થયું હતું.
જાણવા મળ્યું છે કે, અરવલ્લી જિલ્લાના માલપુર ગામે રહેતા આશરે 35 વર્ષીય દિલીપભાઈ વાઘેલાના પરિવારમાં પત્ની રેખાબેન તેમજ બે પુત્ર પવન અને બોબી તેમજ પુત્રી તુલસી છે. આ ઉપરાંત દિલીપભાઈ છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શરૂઆતથી જ દિલીપભાઈ પશુપક્ષીઓ પ્રત્યે અપાર પ્રેમ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.