દીકરીનો જન્મ થતા જ પુત્રપ્રાપ્તિની ઘેલછા ધરાવતા સાસરીવાળાએ બદલ્યું વર્તન, આખરે કંટાળીને મહિલાએ…

હાલમાં એક ખુબ જ ચોકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે જેમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પરની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી એક મહિલાએ શરીર પર સેનેટાઇઝર છાંટી અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યું હતું. જાણવા મળ્યું છે કે, મૃતકને સંતાનમાં પુત્રની જગ્યાએ પુત્રી હોવોના કારણે તેનો પતિ, સાસરા અને સાસુ માનસિક ત્રાસ આપતાં હોવાથી આત્મહત્યા કરી હોવાની મહિલાની માતા દ્વારા મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, શહેરના મોઢેરા રોડ પરના વીઆઇપી નગરમાં રહેતા અને મૂળ ચાણસ્માના વડાવલી ગામના વિધી અમરતભાઇ પટેલના લગ્ન મહેસાણા રાધનપુર રોડ પરની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતાં રોનક જ્યંતિલાલ પટેલ સાથે થયા હતા. લગ્નના બે વર્ષ સુધી સાસરી પક્ષમાં વિધીને ખુબ જ સારી રીતે રાખતાં હતા. પરંતુ, દીકરીનો જન્મ થતા તેમના વર્તનમાં ફેરફાર આવ્યો હતો.

પતિ રોનક, સસરા જ્યંતિલાલ મગનદાસ પટેલ અને સાસુ કોકીલાબેન જ્યંતિલાલ પટેલને દીકરી નહીં પણ દીકરો જોઈતો હોવાથી તેને અભાગણી કહીને માનસિક ત્રાસ આાપતાં હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ તે રિસાઇને 3 વખત પિયરમાં આવી ગઈ હતી. તેમ છતાં સાસરીયાના ત્રાસ આપવાનું ચાલુ રાખતાં પરણિતાએ 24મે ના રોજ રાત્રીના સમયે આખરે જીવન ટૂંકાવાનો નિર્ણય લીધો હતો.

જેથી વિધીએ ઘરના બાથરૂમમાં જઇ શરીર પર સેનેટાઇઝર છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. 25મી એ સવારે મૃતક પરિણીતાના મામા રમેશભાઇ પટેલે પોલીસને બોલાવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ મામલે યુવતીની માતા જશીબેન અમરતભાઇ પટેલ દ્વારા મહેસાણા બી ડિવિઝન મથકે પતિ, સસરા અને સાસુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *