Rajkot Heart Attack video: રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટએટેકમાં મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં રમકડાના કારખાનામાં કામ કરતા એક યુવાનને આવેલા હાર્ટ-એટેકથી (Rajkot Heart Attack video) પરપ્રાંતીય પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. રાજકોટના ગોંડલ ચોકડી પાસે રમકડાંના કારખાનામાં કામ કરતો 19 વર્ષીય યુવક 24 એપ્રિલના રાત્રિના 10 વાગ્યા આસપાસ કામ કરતાં કરતાં ઢળી પડ્યો હતો અને માત્ર 27 સેકન્ડમાં તે મોતને ભેટ્યો હતો.જેના સીસીટીવી પણ સામે આવ્યા છે.
27 સેકન્ડમાં જ યુવક મોતને ભેટ્યો
રાજકોટના ગોંડલ ચોકડી પાસે રમકડાંના કારખાનામાં કામ કરતો 19 વર્ષીય યુવક 24 એપ્રિલના રાત્રિના 10 વાગ્યા આસપાસ કામ કરતાં કરતાં ઢળી પડ્યો હતો અને માત્ર 27 સેકન્ડમાં તે મોતને ભેટ્યો હતો. કારખાનામાં કામ કરતા સમયે એકાએક ઢળી પડતાં તેને સારવારમાં ખસેડાયો હતો.
પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસે મોતનું સાચું કારણ જાણવા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પ્રાથમિક તારણમાં હાર્ટ-એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.
View this post on Instagram
ઘટનાના સીસીટીવી સામે આવ્યા
મૃતકનાં પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે અતુલકુમાર ગોંડલ ચોકડી પાસે આવેલી રમકડાં બનાવતી ફ્લેક્સ ઝોન નામની કંપનીમાં કામ કરતો હતો.ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યે અતુલકુમાર કારખાનામાં કાસ્ટિંગ પ્લાસ્ટિક લાઈન મોલ્ડિંગ મશીન પર કામ કરી રહ્યો હતો અને અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો.
જમીન પર પટકાતા તેને કપાળના ભાગે આંખ ઉપર સામાન્ય ઇજા પણ થઈ હતી. તરત જ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યો હતો. રાત્રે 11:30 વાગ્યા આસપાસ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App