વડોદરા(ગુજરાત): વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો જોવા મળ્યો છે. મોડી રાત્રે કમલાપાર્ક સોસાયટીમાં રહેતા પોલીસ કર્મચારીના મકાનમાં મહિલાનાં વસ્ત્રો પહેરીને ઘૂસેલો એક યુવક બીજા માળેથી નીચે પડ્યો હતો. યુવકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સયાજી હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ ખસેડાયો હતો. પોલીસે ઘટનાની નોંધ લઈ ચોરીની આશંકાએ તપાસ હાથ ધરી છે. તરસાલી વિસ્તારમાં બનેલી અજીબોગરીબ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
પોલીસ સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, તરસાલીની કમલાપાર્ક સોસાયટીમાં દિલીપ પાઠક રહે છે. તેઓ શહેર પોલીસ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના પરિવારમાં પત્ની અને 2 પુત્રીઓ છે. ગુરુવારે રાતે તેઓ પરિવાર સાથે ધાબા પર સૂવા ગયા હતા. દિલીપભાઈ 3 વાગ્યાની આસપાસ લઘુશંકા માટે ઊઠ્યા હતા. તે સમયે બીજા માળે એક શંકાસ્પદ વ્યક્તિ મહિલાનાં કપડાંમાં દેખાતાં દિલીપભાઈએ બૂમાબૂમ કરી હતી. ત્યારે વ્યક્તિએ બીજા માળેથી કુદકો માર્યો હતો.
યુવકે કુદકો મારતા તે નીચે જમીન પર પટકાયો હતો. દિલીપભાઈ અને તેમના પરિવારે નીચે આવીને જોયું તો યુવક લોહીના ખાબોચિયામાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો હતો. ઘટનાની જાણ દિલીપભાઈએ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. પોલીસે તપાસમાં યુવકે મહિલાનાં આંતર વસ્ત્ર અને ગાઉન પહેર્યું હતું. પોલીસે તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તપાસ કરતાં યુવક મૂળ ઉત્તરાખંડ અને કમલાપાર્કની બાજુની આશિષ સોસાયટીમાં ભાડેથી રહેતો 26 વર્ષનો વિરેન્દ્ર કુમાર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચોરીની આશંકાએ કાર્યવાહી શરુ કરી છે.
સોમા તલાવ તરસાલી રોડ પર આવેલા કેફેમાં વિરેન્દ્ર કુમાર નોકરી કરે છે. છેલ્લા 2 મહીનાથી વિરેન્દ્ર કુમાર તેના 3 મિત્રો સાથે આશિષ સોસાયટીમાં રહેતો હતો. પોલીસને જાણવા હતું કે, શુક્રવારે તે દિલીપભાઈના બાજુમાં રહેતી મહિલાનાં વસ્ત્રો પહેરીને તેમના મકાનમાં પ્રવેશ્યો છે.
જો વિરેન્દ્રએ ચોરી કરવા જ ગયો હોય તો તેણે મહિલાનાં કપડાં પહેરવાની જરૂર કેમ પડી? આ સવાલ શંકા ઉદ્ભવે છે. વિરેન્દ્ર જ્યારે ભાનમાં આવશે ત્યારે મહિલાનાં કપડાં પહેરવાં અને દિલીપભાઇના મકાન પર જવા અંગેની હકીકત સામે આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.