વડતાલના ગાદીપતિ રાકેશ પ્રસાદના વધુ એક લંપટ સાધુના ધોતિયા ઢીલા થયા, દુષ્કર્મની ફરિયાદ

Jagat Pavan Swami Vadtal

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના (Vadtal Swaminarayan Sampraday) ગાદીપતિ રાકેશ પ્રસાદના વધુ એક સાધુ પર દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વડોદરાના વાડી સ્થિત સ્વામીનારાયણ મંદિરના જગત પાવન સ્વામી (Jagat Pavan Swami Vadtal) પર એક યુવતીએ દુષ્કર્મની ગંભીર આરોપ લગાવ્યો છે. વાડી પોલીસ મથકમાં યુવતી જગત પાવન સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. યુવતી દ્વારા આરોપો લગાવ્યા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હલચલ મચી ગઈ છે. ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે કેમ દુષ્કર્મ જેવા આક્ષેપોમાં હંમેશા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ જ કેમ ટ્રેડિંગમાં રહે છે !

વડતાલ સ્વામીનારાયણના સંપ્રદાયના સ્વામી જગત ગુરુ પાવન સ્વામી પર એક યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવતા સ્વામીનારાયણના સંપ્રદાયમાં હલચલ મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર યુવતીએ પાવન સ્વામી સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.

ફરિયાદ મુજબ યુવતીએ ગંભીર આક્ષેપ કર્યા છે વર્ષ 2016-2017માં તેમના પાસે યુવતીનો નંબર લીધા બાદ સ્વામીએ તેમનો કોનેક્ટ કર્યો હતો. ત્યાર બાદ ગીફ્ટ આપવાના બહાને યુવતીને વાડી સ્થિત સ્વામીનારાયણ મંદિર બોલાવી હતી અને મંદિરના નીચેના ભાગમાં એક ઓરડામાં લઇ જઈ યુવતી સાથે જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ યુવતી કરે છે. યુવતીએ ફરિયાદ કરી હતી કે સ્વામી દ્વારા યુવતી સાથે અભદ્ર વાતો કરવામાં આવતી હતી.

પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર યુવતી સાથે બનાવ વર્ષ 2016-17માં બન્યો હતો, ત્યારે ફરિયાદમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જગત પાવન સ્વામીની સાથે અન્ય બે સ્વામી એચ.પી સ્વામી અને કે.પી સ્વામીની પણ ફરિયાદ કરવામાં આવી છે.

કહેવાય રહ્યું છે કે આ બે સ્વામીએ પણ જગત પાવન સ્વામીની (Jagat Pavan Swami Vadtal) મદદ કરી હતી. ત્યારે આ મામલે વાડી પોલીસ પાવન સ્વામી અને અન્ય બે સ્વામી વિરુદ્ધ તપાસ કરી છે. તેમજ બીજી તરફ એ પણ પ્રશ્ન થાય છે કે આટલા સમયથી યુવતી ક્યા હતી. કેમ તેણે ત્યારે જ ફરિયાદ ન કરી હતી. વાડી પોલીસ આ મામલે તમામ પાસાઓને તપાસી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી બન્યું જયારે કોઈ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો. આ પહેલા પણ અનેક સ્વામીઓ પર દુષ્કર્મના આરોપ લાગી ચુક્યા છે.