પ્રેમી સાથે ભાગી જતી કિશોરી માટે અમરેલીમાં લાલબત્તી સમાન કિસ્સો: જાણીને ચોંકી જશો

અમરેલી જિલ્લાના ધારી તાલુકાની એક ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ કેસનો ભેદ અમરેલી ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. જોકે કેસનો ભેદ ઉકેલાતા લોકો દંગ રહી ગયા છે.

પ્રેમ પ્રકરણમાં સગીરાઓ પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર પ્રેમી સાથે ભાગી જતી હોય છે અને વિચારે છે કે તેઓ પોતાના પરિવારથી દૂર ખુશ રહેશે. પરંતુ આવા કેટલાક કિસ્સામાં સગીરાઓની સ્થિતિ એટલી હદ સુધી ખરાબ સ્થિતિ થાય છે કે તેમણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હોય. આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં બનવા પામ્યો છે. જ્યાં વર્ષ 2016માં પોચાના પ્રેમી સાથે ભાગેલી સગીરાનું કંકાલ મળી આવ્યું છે.

મળતી માહિતી અનુસાર ધારીની ગુમ થયેલી સગીરાનો ભેદ ઉકેલાયો છે. અમરેલી ક્રાઈમ બ્રાન્ચે આ ભેદ ચાર વર્ષ બાદ ઉકેલી કાઢ્યો છે. અમરેલી ક્રાઈમ બ્રાન્ચ અનુસાર ચાર વર્ષ પહેલા જે સગીરા ગુમ થઈ હતી તેની હત્યા કરી નાખવામાં આવી હતી. અને તેના મૃતદેહને જમીનમાં દફનાવી દેવામાં આવ્યો હતો. આ મામલે 2016માં સગીરાને ભગાડી લઇ જનારા પ્રેમી વિમલે જ પોચાના મિત્રોની મદદ લઇ હત્યા કરી હતી અને લાશને જમીનમાં દાટી દીધી હતી. 2016માં સગીરાને પ્રેમી વિમલ ભગાડી લઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *