સુરતમાં કોલેજ ગર્લ પર રેપ થયાની ફરિયાદ બાદ આ સમગ્ર ઘટનામાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. લિંબાયત ગોડાદરાની 21 વર્ષીય કોલેજિયન ગર્લ પાર્લે પોઈન્ટ મસ્કતી પ્લોટ-2માં ગોકુલધામ એપા.ના પાછળના ભાગે બુધવારે મોડી રાત્રે બેભાન હાલતમાં મળતાં ઉમરા પોલીસે રેપ, હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. 21 વર્ષીય યુવતીની બેભાન હાલતમાં ગંભીર ઇજાઓ થઈ હતી. જોકે, 24 કલાકના અંતમાં આ મામલો સંપૂર્ણ રીતે પલટાયો હતો. ગુરુવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ વિદ્યાર્થીનીએ પોલીસને નિવેદન આપ્યું ટે જાણીને અધિકારીઓ પણ ચોંકી ગયા. જોકે, ગત રાત્રે સાડા 11 કલાક બાદ જ્યારે યુવતી ભાનમાં આવી ત્યારે તેણે પોલીસને કહ્યું, મારી સાથે રેપ થયો નથી. જિંદગીથી કંટાળી પોતે બિલ્ડિંગ પરથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
બુધવારે રાત્રે 10 વાગ્યે સિટી લાઇટના પોસ્ટ વિસ્તારમાં આવેલા આ એપાર્ટમેન્ટના પરિસરમાં યુવતીને ગંભીર ઈજાઓ અને બેભાન અવસ્થામાં મળી હતી. પોલીસે બળાત્કારનો ગુનો પણ નોંધ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં દાખલ આ વિદ્યાર્થીને પગમાં ફ્રેક્ચર થયું હતું અને માથામાં ગંભીર ઈજાઓ થતાં બુધવારે રાત્રે 10 વાગ્યાથી તે બેભાન થઈ ગઈ હતી. આ પ્રથમ વર્ષની વિદ્યાર્થીની વેસુની અગ્રવાલ કોલેજમાં ફી માફી માટે અરજી કરવા બુધવારે સવારે 10 વાગ્યે ઘરેથી નીકળી હતી.
સવારે લિંબાયતમાં ઘર છોડ્યા બાદ વિદ્યાર્થી વેસુની કોલેજમાં ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ખરીદી પણ કરી હતી. ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે આ કેસ એટલો જટિલ હતો કે ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસની ટીમ તપાસમાં સામેલ થઈ હતી. ગોકુલધામમાં રહેતા આયુષે જણાવ્યું કે, યુવતી બુધવારે રાત્રે 10:15 વાગ્યે જમવા બેસતી હતી ત્યારે છત પરથી નીચે પડી હતી.
ગોડાદરામાં રહેતી 21 વર્ષીય યુવતી બુધવારે સવારે 11.30 વાગ્યે કોલેજ જવા પિતા પાસે કોલેજમાં ફોર્મ ભરવા ફી અને બુકના 10 હજાર લઈ નીકળી હતી. તે મોડી રાત્રે પાર્લે પોઈન્ટના ગોકુળધામ એપાર્ટમેન્ટ નીચે બેભાન હાલતમાં મળતાં પોલીસે રેપ- હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. જોકે આ પ્રકરણમાં યુવતી ભાનમાં આવ્યા બાદ નાટ્યાત્મક વળાંક આવ્યો છે. એને લઈને પોલીસ પણ ચોંકી ઊઠી છે.
યુવતી ભાનમાં આવી ત્યારે કહ્યું, જિંદગીથી કંટાળી ઘરેથી નીકળી નવાં કપડાં ખરીદી પહેર્યાં પછી ડુમસ ફરીને આપઘાત માટે ઉંદર મારવાની દવા પીધી હતી, પણ વોમિટ થતાં હું આ દવાથી મરીશ નહિ, જેથી એપાર્ટમેન્ટ પરથી ભૂસકો મારવાનું વિચાર્યું હતું, એક-બે એપાર્ટમેન્ટમાં પણ ગઈ, જોકે વોચમેન હોય એટલે જઈ શકી ન હતી. અંતે, ગોકુલધામ એપા.માં વોચમેન ન હોવાથી ટેરેસ પર ગઈ હતી. ટેરેસ પરથી પિતાને મેસેજ કર્યો કે આઈ લવ યુ મોમ એન્ડ ડેડ. સ્મિતા (નામ બદલ્યું છે) ઈઝ નો મોર…કહી ફોન તોડી નીચે ભૂસકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસને આ વાત ગળે ઊતરતી નથી. સ્મિતા હકીકતો છુપાવી રહી હોવાનું જણાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle