વડોદરામાં પૂરપાટ ઝડપે આવતી બાઈક XUV કાર સાથે અથડાતાં યુવકનું 4 સેકન્ડમાં જ આંબી ગયું મોત

Vadodara Bike Accident: વડોદરા- વાઘોડિયા રોડ બાઈક ચાલકનો મહિન્દ્રા એસયુવી કાર અને પીક અપ વાન સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં યુવકનું (Vadodara Bike Accident) સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું.

પુરપાટઝડપે આવતી કારે લીધો ભોગ
સોમવારે વાઘોડિયામાં ગમખ્વાર અકસ્માત થયો હતો. વડોદરામાં થયેલા આ અકસ્માતના CCTV સામે આવ્યા છે. જ્યાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં પુરપાટ ઝડપે આવતી કારે બાઈક ચાલકનો જીવ લીધો હતો. ત્યારે આ બનાવમાં બાઈક ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું. તેમજ ટાયર કંપનીના ગેટ સામે અકસ્માતની ઘટના બની હતી. ત્યારે રફ્તારના શોખીનો માટે આ લાલબત્તી સમાન ઘટના છે.

બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત
અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ આ ઘટનાના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા પરંતુ યુવાનને સારવાર મળે તે પહેલાં જ તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જેના પગલે થોડીવાર તો અફરાતફરી મચી જવા પામી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
આ ગમખ્વાર અકસ્માતની જાણ વાઘોડિયા પોલીસને કરતા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલા મેહુલ તડવીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માત સર્જી કાર ઘટના સ્થળે મુકી ફરાર થઇ ગયેલ કાર ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.