BJP worker Vikas Ahir: સુરત ઓયો હોટલમાંથી એમ.ડી ડ્રગ્સ સાથે પકડાયેલા યુવાનના નિવેદનમાં ડ્રગ્સ ગોરખધંધામાં ભાજપનો યુવા મોરચાનો સક્રિય કાર્યકર તેમજ હિંદુ યુવા વાહિની સુરત પ્રમુખ વિકાસ આહીર સામેલ હોવાનું બહાર આવ્યું છે. વિકાસ(BJP worker Vikas Ahir) ગૃહરાજ્ય મંત્રીના મતવિસ્તાર મજુરા વિસ્તારમાં કાર્યકર છે. આ ડ્રગ્સ ડિલરના ગૃહમંત્રી, પ્રદેશ પ્રમુખ, લિંબાયતના ધારાસભ્ય, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જ્યારે ટેગલાઈનો અપાઈ છે, સાવધાન ભાજપને ઓળખો. આ ડ્રગ્સ ડિલર છે. ગુજરાતમાં તમામ અપરાધીઓ ભાજપના કાર્યકર્તા છે.
વિકાસ આહીરની ધરપકડ બાદ સુરત શહેરમાં રાજકારણ ગરમાયું
રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા પેડલર સહિત ત્રણ જણાને સુરત એસઓજીએ ઝડપી પાડ્યા છે, જેમાં એક વિકાસ આહીર ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતો હોવાની ચર્ચા થઈ રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથેના આહીરના સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થયા છે. જોકે, સુરત શહેર પોલીસ કમિશનરે કહ્યુ કે, આ કેસમા હાલ કોઈ રાજકીય કનેકશન સામે આવ્યું નથી એવું જાહેર કર્યું છે. બીજી તરફ આહીરની ધરપકડ બાદ સુરત શહેરમાં રાજકારણ ગરમાયું છે. આપ અને કોંગ્રેસના નેતાઓ ભાજપને ટાર્ગેટ કરવા માંડ્યા છે.
MD ડ્રગ્સ ડિલર વિકાસ આહીર ભાજપ યુવા મોરચાનો સક્રિય કાર્યકર
ડ્રગ્સ મંગાવનારા પૈકી સુરતની ખટોદરા કોલોની, શાસ્ત્રીનગરમાં રહેતો વિકાસ આહિર ભાજપ યુવા મોરચાનો સક્રિય કાર્યકર છે. ગુજરાતના ગૃહમંત્રીના મજુરા વિધાનસભા વિસ્તારમાં કાર્યરત છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સંસ્થા હિંદુ યુવા વાહિનીના સુરત પ્રમુખ છે.
ભાજપના નેતાઓ સાથે ફોટા થયા વાયરલ
ડ્રગ્સ ડિલરનું ભાજપ સાથે કનેક્શન બહાર આવતા સોશિયલ મીડિયા પર વિકાસ આહીરના મંત્રી, પ્રદેશપ્રમુખ, ધારાસભ્ય સાથેના તસવીરો વાયરલ થયા છે. ડ્રગ્સ ડિલરના ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે શું સબંધો છે? તેવા પ્રશ્નો ઉઠ્યા છે. આપના મનોજ સોરઠીયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ટેગલાઈનો આપી છે, ‘સાવધાન ભાજપને ઓળખો. આ ડ્રગ્સ ડિલર છે… ગુજરાતમાં તમામ અપરાધીઓ ભાજપના કાર્યકર્તા છે. ગુજરાતમાં હિંદુ યુવા પેઢીને ખતમ કરવાનું કાવતરૂ ખુદ ભાજપના નેતાઓ ડ્રગ્સ વેચીને કરે છે. કહેવાતા નકલી ભાજપી હિંદુઓને ઓળખો’
વિકાસ આહીર સામે લૂંટ, અપહરણ સહિતના છ ગુના
ભાજપના યુવા મોરચાના કાર્યકર વિકાસ આહીર સામે ડ્રગ્સનો ગુનો નોંધાયો છે. એટલું જ નહીં શહેરમાં છ પોલીસ મથકમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે. જેમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં લૂંટ, સલાબતપુરામાં મારા મારી, ઉમરામાં રાયોટીંગ, લિંબાયતમાં રાયોટીંગ, ઉધનામાં મારા મારી, અમરોલીમાં અપહરણ અને સરકારી કામગીરીમાં અડચણના ગુના નોંધાયા છે. આવા અસામાજીક તત્ત્વ સાથે ભાજપના નેતાઓના ફોટો વાયરલ થતા ચકચાર મચી છે.
આરોપી કેવી રીતે ઝડપાયા?
મળતી માહિતી અનુસાર, એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે 21મી જુલાઈ ઉધના દરવાજા સાર કોપીરેટ સેન્ટરના સાતમા માળે આવેલી હોટલ ઘી ગ્રાન્ડ વીલા ઈનમાં દરોડા પાડ્યા હતા. જેમાં રાજસ્થાનથી કાર લઈને સુરત એમ.ડી.ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા ચેતન શાહુને ઝડપી લીધો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App