Mehsana Accident: કડીના વામજ નજીક બાઇક પરથી પટકાતાં અમદાવાદના યુવકનું મોત નીપજ્યું હતું. તેઓ કડી કંકોત્રી આપવા આવ્યા હતા, પાછા જતાં અકસ્માત નડ્યો હતો. જ્યાં તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત થતાં રાહદારીઓ (Mehsana Accident) દ્વારા તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.જે બાદ પરિવારના સભ્યો તાત્કાલિક દોડી આવ્યા હતા.
લગ્નની કંકોત્રી આપવા જતા નડ્યો અકસ્માત
અમદાવાદના ચાંદલોડીયાના મૂળ રહેવાસી અને હાલમાં શાસ્ત્રીનગર ખાતે સરદાર પટેલ નગર સોસાયટીમાં રહેતાં જીગ્નેશ કનુભાઈ પટેલ સામાજીક પ્રસંગની આમંત્રણ પત્રિકા આપવા માટે રવિવારે તેમનું જીજે 01 એફ.વાય 1852 નંબરનું મોટર સાયકલ લઈને કડીમાં પત્રિકા આપવા માટે આવ્યા હતા. રાતે અમદાવાદ મોટર સાયકલ લઈને પરત જતાં હતાં.દરમિયાન કરણનગરથી વામજ ગામ તરફ જતાં સરકારી નર્સરી પાસે પસાર થતાં તેમણે મોટર સાયકલ પરનો કાબૂ ગુમાવતાં તેઓ મોટર સાયકલ સાથે રોડ પર પટકાયા હતા.
યુવકનું અકસ્માતમાં મોત થતા ચકચાર મચી
જે બાદ રોડની બાજુમાં ઝાડીઓમાં મોટર સાયકલ સાથે પડ્યાં હતાં.તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં કાનમાંથી લોહી નીકળેલી હાલતમાં પડ્યાં હતાં. સોમવારે સવારે ત્યાંથી પસાર થતાં સ્થાનીક લોકોએ જીગ્નેશભાઈની લાશ પડેલી જોતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
તેમજ આ અંગે તરત જ પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને આ અંગે મૃતકના પરિવારના સભ્યોને જાણ કરી હતી. ત્યારે પોલીસે લાશને કડી હોસ્પિટલમાં પીએમ કરાવી લાશ પરિવારજનોને સોંપી ગુનો નોંધ્યો છે.
ભરૂચમાં અકસ્માતમાં સત્ન મોત
તો બીજી તરફ ભરૂચના જંબુસર-આમોદ રોડ પર સોમવારે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે ઈકો કારમાં સવાર 6 લોકોનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. અને એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની માહિતી મળતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને ઈજાગ્રસ્તોને વડોદરાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App