ભારતીય રૂપિયા ડોલર સામે ખુબ ઓછા છે. જો કે, મંગળવારે રૂપિયામાં અગાઉના દિવસની સરખામણીમાં 15 પૈસાનો વધારો જોવા મળ્યો છે. રૂપિયાની વધતી નબળાઈ ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય છે. રૂપિયાના અવમૂલ્યનની અર્થવ્યવસ્થા પર ભારે અસર પડી રહી છે. રૂપિયામાં ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થાય રહ્યો છે.
ત્યારે તેની વઘારે અસર સ્થાનિક શેરબજાર પર જોવા મળે છે. પરંતુ રૂપિયાના પતનથી નિરાશ થશો નહીં કારણ કે, વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં આ ભારતીય રૂપિયો તમને અબજોપતિ બનાવી શકે છે. અહીં તમે ભારતીય રૂપિયા સાથે તમે તમામ મજા માણી શકો છો.
કંબોડિયા:
દક્ષિણ એશિયન દેશના મંદિરો અને સ્થાપત્ય આ દેશના પ્રાચીન ભવ્ય ઇતિહાસ બતાવે છે. આ મંદિરોની ભવ્યતા તમને આશ્ચર્યચકિત કરી શકે છે અને તેના માટે તમારે જે કિંમત ચૂકવવી પડશે તે તમને ખુબ જ ઓછી લાગશે. અહીં એક રૂપિયો 64 ચલણ બરાબર છે. એટલે કે, તમને અહીં ભારતીય રૂપિયો 64 ગણો સમૃદ્ધ બનાવશે.
ઝિમ્બાબ્વે:
એક રૂપિયો 8.58 ડોલર બરાબર ઝિમ્બાબ્વેમાં છે. તેની સંસ્કૃતિ અને વિશ્વના કેટલાક સૌથી સુંદર દરિયાકિનારા સિવાય, અહીં જોવા માટે ઘણું બધું છે.
મંગોલિયા:
આ દેશ સેંકડો વર્ષોથી ઉજ્જડ દેશ વિશ્વના બીજા સૌથી મોટા રણ ગોબી રણમાં આવેલો છે. આજે પણ અહીંના લોકો આ પ્રકારની જીવનશૈલી અપનાવે છે. જો કે કેટલીક આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ લોકોએ શરૂ કર્યો છે, પરંતુ હજુ પણ ઘોડા અને અન્ય ઢોર ચરાવવાનો અહીં મુખ્ય વ્યવસાય છે. અહીં એક રૂપિયાની કિંમત 29.83 તુગરીક છે.
નેપાળ:
આ પડોશી દેશ, હિમાલયની ગોદમાં આવેલો હિમાલયને ખૂબ જ નજીક જોવાની તક આપે છે. અહીં એક રૂપિયો 1.6 નેપાળી રૂપિયા બરાબર છે. અહીં ઘણી સારી વસ્તુઓ છે. સાથે સાથે, તમને અહીંનું ભોજન પણ ખૂબ પસંદ પડશે.
શ્રીલંકા:
શ્રીલંકામાં દરિયાકિનારા, જંગલો, પર્વતો અને ચાના બગીચાઓ જોઈને તમને લાગશે કે, તમે કેરળ આવ્યા છો. આ ટાપુ દેશમાં એક ભારતીય રૂપિયો 2.08 શ્રીલંકન રૂપિયો બરાબર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.