જો તમે તમારું આધાર કાર્ડ બનાવીને રાખ્યું છે તો આ ખબર તમારા માટે જ છે. તમે તમારા આધાર કાર્ડ ની મદદ થી 30 હજાર રૂપિયા સુધીની ધનરાશિ મેળવી શકો છો. આ ઘોષણા બીજા કોઈ નહીં પરંતુ આધારકાર્ડ બનાવવા વાળી કંપની UIDAI એ કરી છે.
જોકે આ UIDAI કંપની તરફથી ઓનલાઇન ટેસ્ટ શરૂ કરવામાં આવી છે આ હરીફાઈ 18 જૂન થી 8 જુલાઇ સુધી ચાલી શકે છે.
હરીફાઈ પછી 48 વિજેતાઓને પસંદ કરવામાં આવશે. અને તેને 30 હજાર રૂપિયા સુધીનું એનું ઈનામ દેવામાં આવશે.
તેના માટે તમારે કરવું પડશે આ કામ….
જો તમારે આ હરીફાઈમાં ભાગ લેવો હોય તો તમારે આધાર તરફથી આપવામાં આવેલી સર્વિસ માંથી કોઈપણ એક નો 30 કે 120 સેકન્ડનો અનલિમિટેડ ટ્યુટોરીયલ વિડીયો બનાવો પડશે. આ વિડીયો હિન્દી કે અંગ્રેજી કોઈપણ ભાષામાં તમે બનાવી શકો છો. તમે આ વિડીયો બનાવ્યા પછી નીચે આપેલી લીંક પર તમારે આ વિડિયો મોકલવો જોઈએ.
media.division@uidai.net.in
વિડીયો કેવી રીતે મોકલવો:
વિડીયો બની ગયા પછી તમે યુ ટ્યુબ, ગુગલ ડ્રાઈવ કે અન્ય કોઈ પણ વિડિયો શેર પ્લેટફોર્મ પર તમે આ વિડીયો અપલોડ કરો.અને તેની લીંક UIDAI ઇમેઇલ કરી દો.
વિડિયો મોકલ્યા સમયે તમારે થોડીક નહીં જેવી જાણકારી પણ દેવી જરૂરી છે. જેમાં તમારે તમારો આધારકાડ એકાઉન્ટ આ લીંક સાથે જોડવું જોઈશે. તે ઉપરાંત તમારે તમારો આધાર નંબર,તમારું નામ અને તમારું સરનામું તેમ જ તમારો મોબાઈલ નંબર જેવી અન્ય કેટલીક જરૂરી જાણકારી UIDAI મા દેવી પડશે.
#ContestAlert #MyAadhaarOnline There are 48 cash prizes to be won! Send in your videos in any of the 15 categories defined here: https://t.co/uu2je7d11T pic.twitter.com/Wpkcnbbuoc
— Aadhaar (@UIDAI) June 21, 2019
કેવી રીતે મળશે:
કેશ પેકેજ કુલ 15 કેટેગરી અને 15 કેટેગરીમાંથી ટોપ 3 વીડિયોને એવોર્ડ મળી શકશે. તેમાંથી પહેલાં વિજેતાને 20,000 બીજા વિજેતા ને 10 હજાર અને ત્રણ વિજેતા ને 5 હજાર રૂપિયા દેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.