મગજના તાવથી 108 બાળકોના મોત બાદ ખબર કાઢવા પહોચ્યા CM નો થયો આવો વિરોધ, જુઓ વિડીયો

બિહારના મુઝફ્ફરપુરના એક્યૂટ એંસેફેલાઈટિસ સિંડ્રોમ (AES) એટલે કે મગજના તાવમાં અત્યાર સુધી 108 બાળકોના મોત થયા છે. છેલ્લા એક સપ્તાહથી સતત બાળકો આ તાવથી પીડાઈ…

બિહારના મુઝફ્ફરપુરના એક્યૂટ એંસેફેલાઈટિસ સિંડ્રોમ (AES) એટલે કે મગજના તાવમાં અત્યાર સુધી 108 બાળકોના મોત થયા છે. છેલ્લા એક સપ્તાહથી સતત બાળકો આ તાવથી પીડાઈ રહ્યા છે અને હવે રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારને હોસ્પિટલની મુલાકાત લેવાનો સમય મળ્યો છે. નીતિશ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે લોકોએ તેમનો ખૂબ વિરોધ કર્યો હતો. બહાર ઉભા રહેલા લોકોએ નીતિશ ગો બેકના નારા પણ લગાવ્યા હતા.

છેલ્લા એક અઠવાડિયાથી આ તાવને કારણે હાહાકાર મચેલો છે, ત્યારે છેક આજે રાજ્યના મુખ્યમંત્રી નિતિશ કુમાર હોસ્પિટલમાં ખબર પૂછવા આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ આવેલા નિતિશ કુમારનો લોકોએ ખૂબ વિરોધ કર્યો હતો.


સરકાર સતત એક્શન લેવાનો દાવો કરી રહી છે તેમ છતા અહીં બીમાર બાળકોની સંખ્યા 414 થઈ ગઈ છે. મગજના તાવથી પીડિત મોટા ભાગના બાળકો મુઝફ્ફરપુરની સરકારી શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ અને કેજરીવાલ હોસ્પિટલમાં એડમિટ છે.

અત્યાર સુધી એસકેએમસીએચ હોસ્પિટલમાં 89 અને કેજરીવાલ હોસ્પિટલમાં 19 બાળકોના મોત થયા છે. મગજના તાવથી શરૂ થયેલા વિવાદ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે મુઝફ્ફરપુરની એસકેએમસીએચ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિ જાણી હતી.


કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધન અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે સામે બીમારી પહેલાં એક્શન નહીં લેવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. બાળકોના મોતથી માનવાધિકાર પંચને કેન્દ્ર અને રાજ્ય સરકારે નોટિસ મોકલી છે.

માનવ અધિકાર આયોગે માંગ્યો રિપોર્ટ:

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે મુઝફ્ફરપુર જિલ્લામાં ઈંસેફેલાઈટિસ વાયરસના કારણે બાળકોના મોતની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય અને બિહાર સરકારને રિપોર્ટ દાખલ કરવા માટે એક નોટિસ જાહેર કરી છે.

માનવ અધિકાર આયોગે કહ્યું કે, સોમવારે બિહારમાં એઈએસથી મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા 100 કરતા વધારે થઈ ગઈ છે અને રાજ્યના અન્ય જિલ્લા પણ તેનાથી પ્રભાવિત છે. તે સાથે જ આયોગે ઈંસેફેલાઈટિસ વાયરલ અને મગજના તાવને રોકવા માટે લીધેલા પગલાનો સ્ટેટ્સ રિપોર્ટ પણ માંગ્યો છે. માનવ અધિકાર આયોગે ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *