ગૃહમંત્રી અમીત શાહે એકવાર ફરી મનમોહન સરકાર પર જોરદાર હુમલો કર્યો છે. આ વખતે તેમણે તેનો ઉલ્લેખ કરીને આરોપ લગાવ્યો કે જવાનો સાથે યુપીએ સરકારમાં બર્બરતા થઈ છે, પરંતુ કોઈએ મોઢા માંથી ઉફ પણ નથી કર્યું.
અમિત શાહ હિમાચલ પ્રદેશની સરકાર ના બે વર્ષ પુરા થવા પર આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે નાગરિકતા કાનુન નો પણ ઉલ્લેખ કર્યો. કોંગ્રેસ સરકાર પર હુમલો કરતા અમિત શાહ બોલ્યા કે –
કોંગ્રેસની સરકાર 10 વર્ષ ચાલી, સોનીયા-મનમોહનજી ની સરકાર ચાલી. પાકિસ્તાનથી રોજ આલીયા-માલીયા જમાલીયા ઘુસી જતા, આપણા જવાનોના માથા કાપીને લઈ જતા અને દેશના પ્રધાનમંત્રીના મો માંથી ઉફ પણ ન નીકળતું.
અમિત શાહે કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવવા પર કહ્યું કે,” આપણે બધાએ નાનપણથી નારા લગાવતા હતા કે દેશમાં બે નિશાન, બે સંવિધાન અને બે પ્રધાન નહીં ચાલે. પરંતુ વર્ષો સુધી કંઈ ન થયું. પરંતુ આજે જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 હટી ગઈ. આજે કશ્મીરમાં તિરંગો આકાશની બુલંદીઓ ને સ્પર્શતો શાનથી ફરકી રહ્યો છે.” સાહેબ આ દરમ્યાન રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે રામ જન્મભૂમિ માટે પણ કોંગ્રેસે બહુ જ ઉદ્ધત કરી, જ્યારે પણ કેસ આવતો હતો તો કોંગ્રેસના નેતા જઈને કહેતા કે અત્યારે નહીં, અત્યારે નહીં. પરંતુ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યો અને નિર્ણય આવ્યો. હવે ગગનચુંબી ભવ્ય રામમંદિર બનવા જઈ રહ્યું છે.
નાગરિકતા સંશોધન પર રાહુલ ગાંધીને ચેલેન્જ
અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાનો સાધતા કહ્યું કે,” કોંગ્રેસ અને કંપની અફવા ફેલાવી રહી છે કે CAA દ્વારા અલ્પસંખ્યકોં ની નાગરિકતા ખતમ થઇ જશે. હું રાહુલ બાબાને ચેન્જ કરું છું કે આખા નાગરિકતા પ્રાવધાન માં ક્યાંય પણ કોઈ નાગરિકતા લેવાની વાતનો ઉલ્લેખ હોય તો બતાવે. ” તેમણે કહ્યું કે ભારત છેલ્લા કેટલાક વર્ષોથી ભ્રષ્ટાચારની વાત સાંભળતું આવ્યું છે. કોંગ્રેસના છેલ્લા દસ વર્ષમાં ૧૨ લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ભ્રષ્ટાચારને ખતમ કરવાનું કામ પણ મોદી સરકારે કર્યું. અમારા વિરોધીઓ પણ અમારા પર ભ્રષ્ટાચારનો આરોપ નથી લગાવી શકતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.