નિર્ભયા કેસ: ફાંસી માટે થઈ ચૂકી હતી ડમી પ્રેક્ટિસ, પરંતુ અંત સમયે….

નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષીઓને ફાંસી પર લટકાવવામાં માટે શુક્રવારે પ્રેક્ટિસ પણ કરવામાં આવી. શનિવારે દોષીઓને ફાંસી થનારી હતી,પરંતુ તેના પહેલાં જ પટિયાલા કોર્ટે ફાંસી…

નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષીઓને ફાંસી પર લટકાવવામાં માટે શુક્રવારે પ્રેક્ટિસ પણ કરવામાં આવી. શનિવારે દોષીઓને ફાંસી થનારી હતી,પરંતુ તેના પહેલાં જ પટિયાલા કોર્ટે ફાંસી ઉપર પોતાના આગલા આદેશ સુધી રોક લગાવી દીધી છે. આના પહેલા ગુરુવારે ફાંસી પર લટકાવવામાં માટે પવન જલ્લાદએ દિલ્હીની તિહાડ જેલમાં રિપોર્ટિંગ કર્યું હતું.

નિર્ભયા કેસના આરોપીઓની ફાંસીની તારીખ અને સમય પહેલા 22 જાન્યુઆરી અને હવે 1 ફેબ્રુઆરી નક્કી કર્યો હતો. 1 ફેબ્રુઆરીએ સવારે 6:00 વાગ્યે ચારેય દોષીઓ અક્ષય, પવન, વિનય અને મુકેશને ફાંસી પર લટકાવવાના હતા. શુક્રવારના રોજ તિહાડ જેલ પ્રશાસને ડમી પ્રેક્ટિસ પણ કરી હતી.તેના માટે જેલના સિનિયર અધિકારીઓ એ ફાંસી કોથીનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં ચાર અલગ-અલગ તખ્તા બનાવવામાં આવ્યા હતા.

આ ડમી એક્ઝિક્યુશન માટે ફાંસીના દોરડાઓમાં દોશીના વજનથી ત્રણ ગણા વજનવાળી રેતીની ગુણોને લટકાવવામાં આવે છે. તેનાથી એ ચેક કરવામાં આવે છે કે દોરડા તૂટી તો નથી જતા ને.તેના માટે તિહાડ જેલ પ્રશાસને પહેલેથી જ બિહારની બકસર જેલમાંથી દોરડા મંગાવી લીધા છે.

એક ક્રાઇમ શોમાં પવન જલ્લાદને પૂછવામાં આવ્યું હતું કે ડમી એક્ઝિક્યુશન શું હોય છે? તેના જવાબમાં પવને કહ્યું હતું કે જ્યારે ફાંસીની તારીખ નક્કી થઈ જાય છે ત્યારે અમને ટ્રાયલ માટે બોલાવવામાં આવે છે. દોરડાનુ ટ્રાયલ કરવામાં આવે છે. જેટલા વજનના વ્યક્તિને ફાંસી આપવાની હોય છે, કેટલા વજનની માટીની એક બોરીમાં ભરવામાં આવે છે. અને ત્યારબાદ તે બોરીમાં ગાળો બનાવવામાં આવે છે. ત્યારબાદ બોરીને તખ્તા ઉપર રાખી દેવામાં આવે છે.બોડીમાં જે ગાળો બનાવવામાં આવ્યો હોય તેમાં દોરડાને નાખી દેવામાં આવે છે અને બોરીને ટાંગી દેવામાં આવે છે.

પવને આગળ વાત કરતાં કહ્યું હતું કે આ બધી પ્રક્રિયા બાદ જેલ પ્રશાસન અમને રૂમાલથી ઇશારો કરે છે. ઈશારો મળતાં જ અમે ખાટકાને ખેંચી દઈએ છીએ. અને બોરી કૂવામાં લટકી જાય છે.આ ટેસ્ટિંગ એટલા માટે કરવામાં આવે છે કે જ્યારે હકીકતમાં એટલા વજનવાળા કેદીની ફાંસી થાય ત્યારે ખબર પડી જાય કે આ પ્રક્રિયામાં દોરડું તૂટીશે કે નહીં.

તિહાડ જેલનાં સૂત્રોની માનીએ તો ફાંસીસની પ્રક્રિયાને જેલ નંબર ત્રણમાં અંજામ આપવામાં આવશે. જ્યાં ફાંસી માટે ૪ તખ્તા બનાવવામાં આવ્યા છે. જેલના મેન્યુઅલના આધારે આરોપીઓને ફાંસી આપવામાં આવશે.

જણાવી દઈએ કે ફાંસીના પહેલા દરેક આરોપીઓને અલગ અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. ડેથ વોરન્ટ નીકળ્યા બાદ તેઓ ખૂબ પરેશાન છે.

આના પહેલા જેવું ડેથ વોરન્ટ તિહાડ જેલ પ્રશાસનમાં પહોંચ્યું તો તિહાડ જેલનાં અધિકારીઓએ ફાંસીની કોઠીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ બધી તૈયારીઓનું અવલોકન કરવામાં આવ્યું. ફાંસી કોઠીમાં ચાર અલગ-અલગ તખ્તા બનાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *