આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર કહ્યું કે, ખેડૂતોનું અપમાન…

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.

અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.

તાજેતરમાં વિજય રૂપાણી સરકાર તેના પાંચ વર્ષના કાર્યકાળની ઉજવણી અલગ અલગ દિવસોની ઉજવણી સાથે કરી રહી છે. આજે ભાજપ દ્વારા રાજ્ય વ્યાપી ખેડૂત સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પ્રહાર કરતા કહ્યું છે કે, ભાજપ સરકાર ખેડૂત વિરોધી પાર્ટી છે.

આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, ભાજપ સરકાર ખેડૂત વિરોઘી પાર્ટી છે. કારણ કે ભાજપની સરકારમાં ખેડૂતોને પૂરતી વીજળી કે પાણી મળતા નથી. ખેડૂતોના પાકને ભૂંડ અને રોઝડાને લીધે ખુબ જ નુકશાન થાય છે. આ માટે ફેન્સીગ બનાવવા માટે સરકાર તરફથી પુરતી મદદ આપવામાં આવતી નથી. સૌથી મોટી દુઃખની વાત એ છે કે આજે વિમાન કંપનીને ફાયદો કરાવવા માટે ભાજપ સરકાર દ્વારા 50 ટકા સબસીડીથી ઇંધણ પૂરું પાડવામાં આવે છે.

સાથે ઈશુદાન ગઢવીએ જણાવતા કહ્યું છે કે, ખેડૂતોને ટ્રેક્ટર માટેના અને ખેતીના કામ માટે ઉપયોગી ડીઝલમાં કોઇ સબસીડી ન મળતા ડીઝલ 100 રૂપિયાના ભાવે ખરીદવુ પડે છે. જેને લીધે ખેતી મોંઘી બની રહી છે. બિયારણ પણ મોંઘુ બન્યુ છે અને કેટલાંક સ્થળોએ નકલી બિયારણને કારણે ખેડૂતોને ખુબ જ ભારે નુકશાન થયું છે. ઈશુદાન ગઢવીએ જણાવતા કહ્યું છે કે, હવે ભાજપને ખેડૂત તરફે હોવાનો કોઇ હક નથી.

ભાજપ સરકાર દ્વારા ખેડૂતને પુરતી કિંમત મળતી નથી. વિમાન કંપનીને 50 ટકા કિંમતે પેટ્રોલ અને ખેડૂતો પાસે ડીઝલના પૂરે પુરા પૈસા લેવામાં આવે છે. ખેડૂતોને જમીન માપણીમાં અન્યાય કરનાર કંપની સામે કાર્યવાહી કરવામાં ભારતીય જનતા પાર્ટી સરકાર નિષ્ફળ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે ખેડૂત વિરોધ કાયદો પણ લાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *