ગુજરાત(gujarat): આજરોજ આમ આદમી પાર્ટી(Aam Aadmi Party) ગુજરાત પ્રદેશ કાર્યાલય અમદાવાદ(Ahmedabad) ખાતે AAPના નેતા ઈશુદાન ગઢવી(AAP leader Ishudan Gadhvi) અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા(Region President Gopal Italia)ની હાજરીમાં એક પ્રેસ કોન્ફરન્સ(Press conference) યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં AAP ગુજરાત પ્રદેશ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યુ હતુ કે, દિલ્હી સરકારના આદરણીય શિક્ષણમંત્રી મનિષ સીસોદિયા(Education Minister Manish Sisodia)એ શિક્ષણ વિશે જાહેર ચર્ચા કરવા ગુજરાત સરકારના શિક્ષણમંત્રી જીતુ વાધાણી(Education Minister Jitu Wadhani)ને ચેલેન્જ આપેલી હતી પરંતુ જીતુભાઈએ આ ચેલેન્જ સ્વીકારી નથી.
ત્યારે દિલ્હી સરકારના શિક્ષણમંત્રીશ્રી મનિષ સિસોદિયા વતી ગોપાલ ઈટાલીયાએ જીતુભાઈને દિલ્હીની સરકારી શાળાઓ જોવા માટે પુરા માન-સન્માન, આદર, સત્કાર અને પ્રોટોકોલ સાથે દિલ્હી રાજ્યના વિધાનસભાના કોઈપણ ક્ષેત્રની કોઈપણ સરકારી સ્કુલની વિઝીટ કરવા પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
ઈટાલીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, આ આમંત્રણ માત્ર આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જ નહિ પણ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ વતી AAP ગુજરાત શિક્ષણ સમીતીના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ ઉપાઘ્યાયની આગેવાનીમાં ૫ થી ૭ આગેવાનો સચિવાલય ખાતે રુબરુ જઇ માનનીય શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીને ફુલનો બુકે તેમજ આ આમંત્રણ પત્રીકા સન્માન સાથે પાઠવશે.
પ્રેસ કોન્ફરન્સના સંબોધન બાદ બપોરના ૧ઃ૩૦ વાગ્યાના સુમારે AAP શિક્ષણ સમીતીના પ્રમુખ જીતુભાઇ ઉપાધ્યક્ષ સહિતના આગેવાનો સચિવાલય ખાતે આમંત્રણ પાઠવવા પહોચ્યા હતા પણ દુ:ખ સાથે કહેવુ પડે છે કે ભાજપના લોકો હમેશા એવો દાવો કરતા હોય છે કે, વડાપ્રધાન ૧૮-૧૮ કલાક કામ કરે છે અને ભાજપના નેતાઓ ૩૬૫ અને ૨૪ કલાક કાયઁરત હોય છે પણ સચીવાલય પહોચતા જ ભાજપના કોઇ મંત્રીઓ ત્યા હાજર જોવા મળ્યા ન હતા એટલે પછી AAP દ્વારા એવો નિણઁય લેવાયો કે આ આમંત્રણ પાઠવાવા ફરીવાર AAP નુ પ્રતિનિધી મંડળ સોમવારે જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.