ઉપવાસ પર બેસવા જાય તે પહેલાં જ મહેશ સવાણી સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ ડિટેઇન- ભૂખ હડતાલ શરૂ

ગુજરાત(Gujarat): રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા(Head Clerk Exam)ના પેપર લીક મામલે ગાંધીનગર(Gandhinagar)ના ભારતીય જનતા પાર્ટી(BJP)ના કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો…

ગુજરાત(Gujarat): રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા(Head Clerk Exam)ના પેપર લીક મામલે ગાંધીનગર(Gandhinagar)ના ભારતીય જનતા પાર્ટી(BJP)ના કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો વચ્ચે ઘર્ષણને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ તેઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંહ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, અમે આજથી ઉપવાસ પર ઉતરીશું. વધુમાં જણાવતા કહ્યું હતું કે, અસિત વોરા સામે કેમ કાવતરા હેઠળ ફરિયાદ ન કરવામાં આવી. વધુમાં કહ્યું હતું કે, પેપર લિકમાં અસિત વોરા સામે ગુનો દાખલ કરવામાં આવે અને અસિત વોરા તાત્કાલિક રાજીનામું આપે. ભારતીય જનતા પાર્ટીના સીઆર પાટીલનો અસિત વોરા પર હાથ છે. આજથી અમે કલેક્ટર ઓફિસ બહાર બેસીશું. આજથી હું અને મહેશભાઈ સવાણી અન્ન ત્યાગ કરીએ છીએ. ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપવાસ પર બેસે તે પહેલાં જ કલેક્ટર કચેરી ખાતેથી તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

ગુલાબસિંહ યાદવ, મહેશભાઈ સવાણી, ભેમાભાઈ ચૌધરી, મનોજભાઈ સોરઠીયા, વિક્રમભાઈ દવે અને અન્ય એક કાર્યકર્તા મળીને કુલ 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ તમામની અટકાયત કરીનેચ રાણીપ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ કહ્યું હતું કે, આજથી અમે ભૂખ હડતાળ પર બેસીશું. ભરતી પરીક્ષાના પેપરો સરકારી પ્રેસમાં છપાવવાના હોય છે પણ ખાનગી પ્રેસમાં છાપવામાં આવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, 4 પેપરોમાંથી ફાઈનલ પેપર અસિત વોરાને સિલેક્ટ કરવાનું હોય છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જોવામાં આઅવે તો રાજ્યમાં 2016થી પેપરો લીક થઇ રહ્યા છે. સરકારે દરેક પરીક્ષાની ફી લીધી છે જેમાં પાંચ વર્ષમાં 81 લાખ વિદ્યાર્થીઓએ ફી ભરી રહ્યા છે પરંતુ સરકાર આ મુદ્દે કોઈનું સાંભળતી નહોતી. જેથી અમે એક પાર્ટી તરીકે ધરણાં કર્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *