ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિને ‘AAP’ની મુખ્યમંત્રીને ભેટ- ખાડા પૂરી વિરોધ પ્રદર્શન કર્યુ… જુઓ શું કહ્યું આપ પ્રમુખે?

હાલ ગુજરાત (Gujarat)માં મેઘો મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે સુરત (Surat)માં પણ ખુબ જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ વરસાદને કારણે ઘણી સમસ્યાઓ પણ ઉભી થતી હોય છે. ખાસ કરીને રસ્તાઓ પરના ખાડાઓ. એ જ રીતે ભારે વરસાદને કારણે સુરતના રસ્તાઓ બિસ્માર બન્યા છે. ઠેર ઠેર ખાડાઓ પડ્યાં છે. જેના કારણે ગઈ કાલ તેમજ આજે એમ બે દિવસ આમ આદમી પાર્ટી(Aam Aadmi Party) દ્વારા ખાડા પૂરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

આ અંગે રસ્તા પર પડેલા ખાડાઓ પૂરીને આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, આ ભ્રષ્ટાચારના ખાડા પડ્યા છે. તેને ઈમાનદાર આમ આદમી પાર્ટી દ્વારા પૂરવામાં આવી રહ્યા છે.

સરકારની નબળી કામગીરી:
આમ આદમીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, સરકાર દ્વારા દર વર્ષે વરસાદ પછી નબળી કામગીરી કરવામાં આવે છે. જેના કારણે ખાડાઓ પડે છે. નક્કર કામગીરી થતી નથી. સરકારની નબળી કામગીરીને ઉજાગર કરવાની વાત છે. સરકાર માત્ર નબળા કામ કરીને લોકોના વાહનો અને સ્વાસ્થ્ય સાથે પણ રમત રમે છે.

ગોપાલ ઈટાલીયાએ સુરતમાં રસ્તાનું સમારકામ કર્યું, આ સાથે અમદાવાદમાં લોકસભાના પૂર્વ પ્રભારી એચ.ડી. પટેલ અને અમદાવાદ જિલ્લા પ્રમુખ જે.જે. મેવાડા ની આગેવાની હેઠળ શુકન ચાર રસ્તાથી બાપા સીતારામ ચોક, નિકોલ સુધી ખાડા ભરવાનું કામ કરી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

જ્યારથી વરસાદ પડ્યો છે ત્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતના જુદા જુદા પૂર પ્રભાવિત વિસ્તારો ની બેઠક કરીને ત્યાંના લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે કામ કરી રહી છે. આમ આદમી પાર્ટીના સુરતના નેતાઓ વરસાદના દિવસથી જનતાને ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં દિવસ-રાત લાગેલા છે અને આજે પણ આ કામ ચાલુ જ છે.

સુરત ઉપરાંત રાજકોટ, નવસારી, વલસાડ અને અન્ય ઘણા સ્થળોએ આમ આદમી પાર્ટી દ્વારા લોકોને ફૂડ પેકેટ અને પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા આજે જનતાની સેવા કરવા માટે રસ્તા પર પરસેવો પાડી રહ્યા છે પરંતુ ભાજપના નેતાઓ હજુ પણ પોતાના ઘરે બેઠા છે.

ગુજરાત ભરમાં કાર્યક્રમ અપાશે:
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ભાજપના સ્ટેન્ડિંગ ચેરમેનો, મેયરોએ રૂપિયા ખાઈ ખાઈને અહિયાં ખાડા પાડી દીધા છે. ત્યારે હવે આપ દ્વારા ગુજરાતભરમાં ખાડા પૂરવાનો કાર્યક્રમ આપીને સરકારની નબળી કામગીરીને ઉજાગર કરવામાં આવશે. સાથે જ ઝડપથી સારા રસ્તા બને અને દર ચોમાસે તૂટે નહી તે પ્રકારની કામગીરી કરવી જોઈએ તેમ પણ વધુમાં જણાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *