આમ આદમી પાર્ટીની જાહેરાત ખેડૂતો ને 12 કલાક પૂરતી વીજળી ન મળે તો બિલ નહીં ભરતા, GEB વાળા આવે તો અમને બોલાવજો

આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું, ગુજરાત સરકાર ખેતીમાં વીજકાપ કરતી જોવા મળી રહી છે. 16 કલાક મળી આવતી…

આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું, ગુજરાત સરકાર ખેતીમાં વીજકાપ કરતી જોવા મળી રહી છે. 16 કલાક મળી આવતી વીજળી ઘટતા ઘટતા 8 કલાક કર્યા પછી હવે કાયમી ધોરણે 6 કલાક જ કરી દેવા માંગતી હોય તેવા લક્ષણો દેખાય રહ્યાં છે. કૃષિમંત્રી અને ઉર્જામંત્રીની બેઠકમાં અધિકારીઓને કડક સુચના આપવાનું નાટક કરવામાં આવ્યું હતું. ત્યાર પછી વીજળી તો 6 કલાક પરંતુ એ ત્રુટક ત્રુટક આપવામાં આવે છે. જો આમને આમ જ ચાલતું રહેશે તો ગુજરાતમાં ખેતી અને ઘાસચારાના વાવેતરને અભાવે પશુપાલન પણ પૂરું થઇ શકે છે.

જયારે આ આદમી પાર્ટી ગુજરાત સરકાર અને ગામડાના ખેડૂતો, પશુપાલકોને મીડિયાના માધ્યમથી સાફ રીતે જણાવવા માંગી રહ્યા છે કે… જ્યાં સુધી ખેતીમાં 12 કલાક સુધી વીજળી પુરવઠો આપવામાં નહી આવે ત્યાં સુધી ખેડૂતો દ્વારા વીજળી બીલ ભરવામાં આવશે નહી.

જો વીજળી કંપનીઓના કર્મચારીઓ ખેડૂતોને વીજ -કનેક્શન કાપશે તો “આપ”ના નેતાઓ દ્વારા જાતે જઈને ખેડૂતોને વીજ કનેક્શન જોડી આપવામાં આવશે. ખેડૂતો સહિતના ગ્રામજનોને વિનંતી કરવામાં આવી છે કે, જ્યાં સુધી ખેતી માટે 12 કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં નહી આવે ત્યાં સુધી સરકારી કર્મચારીઓને ગામની સીમમાં પ્રવેશ આપવામાં આવશે નહી.

જો ગુજરાત સરકાર ખેડૂતોને વીજ-પુરવઠો બંધ કરશે તો ના- છુટકે અમારે ઔદ્યોગિક અને શહેરો વીજ-પુરવઠો બંધ કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત રાજ્ય સરકારે, તેના ઉર્જા તેમજ કૃષિ મંત્રાલયની રહેશે. આમ છતાં, જો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને 12 કલાક વીજળી આપવાની જાહેરાત નહી કરતી તી ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોનાં હિતમાં આમ-આદમી પાર્ટી નાં છુટકે, છેલ્લા ઉપાય તરીકે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતા નેશનલ હાઇવે ચક્કાજામ કરશે.

આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતો/પશુપાલકોના હિતમાં ખુલીને મેદાની લડાઈ લડી લેવા માટે મક્કમ છે. ગુજરાતના બધા જ નાગરિકોને ખેતી/પશુપાલનને બચાવવાની આ લડાઈમાં સંપૂર્ણ સાથ-સહકાર માંગે છે. આમ આદમી પાર્ટી ખેડૂતો, પશુપાલકોના અસ્તિત્વની આ લડાઈમાં એમની સાથે ખભેખભા મિલાવીને ઉભી છે અને જરૂર પડે ત્યારે અગ્રહરોળમાં રહીને લડાઈ લડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *