સગાઇ તૂટતા ડોકટર પાર્થ પટેલે આપઘાત કરી ટુકાવ્યું જીવન- પરિવારમાં છવાયો માતમ

અમદાવાદ (Ahmedabad)માં એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં આવેલ એક શારદાબેન હોસ્પિટલ (Shardaben Hospital)માં ફરજ બજાવી રહેલ રેસિડેન્ટ ડોક્ટરે(Resident Doctor) હોસ્ટેલ (Hostel)માં પોતાના હાથમાં…

અમદાવાદ (Ahmedabad)માં એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં આવેલ એક શારદાબેન હોસ્પિટલ (Shardaben Hospital)માં ફરજ બજાવી રહેલ રેસિડેન્ટ ડોક્ટરે(Resident Doctor) હોસ્ટેલ (Hostel)માં પોતાના હાથમાં ઇન્જેક્શન (Injection)મારીને આપઘાત કરી લીધો હતો. જેમાં પરિવારજનોનું માનવું છે કે, તેને આપઘાત સગાઇ તૂટી જવાના કારણે કરી છે. જયારે પોલીસે આ આપઘાતને લઈને વધુ તપાસ હાથ શરૂ કરી દીધી છે.

રેસિડેન્ટ ડોક્ટરે હાથમાં ઈન્જેકશન મારીને આપઘાત કરી લેવાના કારણે અમદાવાદમાં ચકચાર મચી જવા પામી છે. મૃતકનું નામ પાર્થ પટેલ છે. પાર્થ પટેલે વહેલી સવારે હોસ્ટેલમાં હતા તે દરમિયાન પોતાના હાથમાં ઇન્જેક્શન મારીને આપઘાત કરતા પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. હોસ્ટેલમાં રહેતા બીજા રેસિડેન્ટ ડોકટરો જયારે પાર્થ પટેલને સવારે ચા નાસ્તો કરવા માટે બોલાવવા માટે ગયા હતા ત્યારે પાર્થ પટેલ નાસ્તો કરવા માટે ગયા ન હતા.

જયારે હોસ્ટેલમાં જઇને જોવામાં આવ્યું ત્યારે જાણ થઇ કે પાર્થ પટેલે આપઘાત કર્યો છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસને તાત્કાલિકપણે જાણ કરવામાં આવી હતી. પાર્થ પટેલ રેસિડેન્ટ ડોકટર તરીકે ત્રીજા વર્ષમાં અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ પાર્થ પટેલની છેલ્લા દોઢેક મહિના પહેલા નક્કી થયેલી સગાઇ તૂટી જવાના કારણે તે ડિપ્રેશનમાં રહેતા હતા જેના કારણે તેને આ પગલું ભર્યું હતું. જયારે આ સમગ્ર ઘટના અંગે હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં આ પહેલા પણ આવી જ એક ઘટના બની ચુકી છે. આ પહેલા બનેલ ઘટનામાં અમદાવાદ શહેરમાં આવેલ એક સિવિલ હોસ્પિટલમાં એક સિનિયર ડોકટરે આપધાત કરી પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. જયારે તે ઘટનામાં પણ પ્રેમ પ્રકરણના કારણે ડોકટરે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *