18 સપ્ટેમ્બરથી શરુ થશે આમ આદમી પાર્ટીનું ‘ચલો ગાંવકી ઔર’ અભિયાન, જાણો વિગતવાર

આજ રોજ સુરતના સકીઁટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યુ હતુ કે, ચલો ‘ગાંવ કી ઔર’ અભિયાન શરૂ કરવાનો હેતુ…

આજ રોજ સુરતના સકીઁટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યુ હતુ કે, ચલો ‘ગાંવ કી ઔર’ અભિયાન શરૂ કરવાનો હેતુ શું છે? આપ સહુ જાણો છો કે, ગુજરાતની અંદર પાછલા 20 વર્ષોના શાસનમાં ખેડૂતો, મજુરો, શ્રમીકો, વેપારીઓ, વિઘાથીઁઓ હોય કે મહિલાઓ હોય, કોઈનો ઉદ્ધાર નથી થયો. કોંગ્રેસ પર પાછલા ઇલેક્શનમાં મુકેલ વિશ્વાસમાં જરાય ખરી ઉતરી નથી. 20 વર્ષથી થાકેલા તમામ વગઁના લોકો અકળાયા છે. લોકોની રહી સહી આશા કોંગ્રેસના એમ.એલ.એ. ને ભાજપમાં જતા જોઈ ખતમ થઈ ગઈ અને તેઓ ગુજરાતના બદલાવને ઝંખે છે.

આ પ્રેસ કોન્ફરન્સમાં વઘુમાં પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયા એ જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટીના દિલ્હીના કાર્યોનો મહિમા ગુજરાતમાં ઠેર ઠેર ગવાય છે. લોકોનો આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ વધતો જાય છે. બીજેપી અને કોંગ્રેસમાંથી રોજ સેંકડોની સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

આ અંતર્ગત 18મી તારીખથી આમ આદમી પાર્ટી “ચલો ગાંવકી ઔર” કેમ્પઈનની શરૂઆત કરી રહી છે. આની તૈયારીના ભાગ રૂપે ગુજરાત પ્રભારી અને દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી ગોપાલરાયજીએ આમ આદમી પાર્ટીના “ચલો ગાંવ કી ઔર” અભિયાનમાં સંપર્ક, સંવાદ અને સંકલનનું સોનેરી સૂત્ર આપ્યું હતું. ઝૂમ મિટિંગમાં રાજ્યના કોર ટીમ સભ્યો, સંગઠન મંત્રીઓ, જિલ્લા તથા તાલુકાના પ્રભારીઓ, પ્રમુખોએ હાજરી આપી હતી.

આ 18મી સપ્ટેમ્બરથી તમામ તાલુકાઓના તમામ ગામમાં આમ આદમી પાર્ટીના પ્રભારીઓ અને કાર્યકર્તાઓની ટીમ ઉતરશે અને લોકોને આમ આદમી પાર્ટીની કાર્યપધ્ધતિ વિશે માહિતગાર કરશે અને તે જ વિસ્તારમાંથી સારા અને સક્ષમ લોકોને આમ આદમી પાર્ટીમાં સમાવેશ કરી આવનાર સ્થાનિક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની મજબૂત દાવેદારી ઉભી કરશે.

આમ આદમી પાર્ટીના ગામ વિકાસથી રાષ્ટ્ર વિકાસના નિર્માણમાં અસંખ્ય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ બદલાતા ગુજરાતની રાજનીતિનો પાયો નાખશે તેમ સોરઠીયાએ વઘુમાં જણાવ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *