મોટા સમાચાર: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની થઇ ધરપકડ- જાણો જલ્દી

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.

અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.

ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી ગામડે ગામડે જઈને જન સંવેદના મુલાકાત યોજી રહી છે. ત્યારે આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા જન સંવેદના મુલાકાતના બીજા ચરણની શરૂઆત કરવા માટે ઊંઝા પહોંચે તે પહેલા જ મહેસાણા પોલીસ એક્શનમાં આવી છે અને  મહેસાણા પોલીસે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરી છે.

તમને જણાવી દઈએ કે, મહેસાણા પોલીસે જૂના કેસમાં ગોપાલ ઇટાલિયા ની ધરપકડ કરી છે. 188ના જૂના કેસમાં ગોપાલ ઇટાલિયા ની ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની લીગલ સેલ ટીમ મહેસાણા જવા માટે રવાના થઇ ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *