ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં શાનદાર એન્ટ્રી કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 5 વોર્ડની ચાર-ચાર મળીને 20 બેઠકો પર જીત મેળવી છે જ્યારે બે વોર્ડમાં ભાજપની પેનલ તોડીને જીત મેળવતાં સુરતમાં આમ આદમી પાર્ટીના 23 ઉમેદવારો જીત્યા છે.
સુરત મહાનગરપાલિકાના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે સુરતવાસીઓને ભાજપ પ્રત્યે પ્રેમ છે પરંતુ વિપક્ષમાં બેસવાનું મેન્ડેટ આમ આદમી પાર્ટીના નેતાઓને આપ્યું છે સુરતમાં જે રીતે કોંગ્રેસ ની પાટીદાર વોટબેંક માં ગાબડું પાડીને સફળતા મેળવી છે ત્યારે હવે સુરતવાસીઓ પણ મજબૂત વિપક્ષના નેતા જોવા માંગે છે.
વરાછા વિસ્તારમાંથી કોંગ્રેસની સાફ સફાઈ થઈ ગઈ છે અને ભાજપનો ગઢ કહેવાતું કતારગામ પણ આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટર આવવાથી આશાવાદી બન્યું છે ત્યારે આમ આદમી પાર્ટી ના કાર્યકરો જ ચર્ચા કરી રહ્યા છે કે, સુરતમાં વિપક્ષનેતા નું સ્થાન ભાજપના સૌથી મજબૂત નેતા વોર્ડ 7ના ઉમેદવાર લલિત વેકરિયા ને હરાવનાર ડોકટર કિશોર રૂપારેલીયા ને આપવામાં આવે.
ડોક્ટર રૂપારેલીયા છેલ્લા ૨૦ વર્ષથી સુરતની વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરીને લોકજાગૃતિ અને ટ્રાફિક નિયમો સહિત ભ્રષ્ટાચારવિરોધી લડાઈ લડી રહ્યા છે સુરત મહાનગરપાલિકા ના મોટાભાગના અધિકારીઓ તેમના નામ માત્રથી ભ્રષ્ટાચાર કરવાથી ડરી રહ્યા છે ત્યારે જો સુરતને વિપક્ષ નેતા તરીકે ડોક્ટર કિશોર રૂપારેલીયા મળશે તો ભવિષ્યમાં ભાજપના નેતાઓ પણ ખોટું કરતાં ડરશે.
સુરતમાં આમ આદમી પાર્ટની શાનદાર જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફોન કરીને ગુજરાત આમ આદમી પાર્ટના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને શુભકામનાઓ આપી છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ શાનદાર એન્ટ્રી કરી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. AAPએ અત્યાર સુધી 23 બેઠકો પર જીત મેળવી છે. આ ભવ્ય જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવી છે.
नई राजनीति की शुरुआत करने के लिए गुजरात के लोगों को दिल से बधाई।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 23, 2021
સુરતમાં વોર્ડ નંબર 5(ફુલપાડા-અશ્વની કુમારમાં આપની પેનલની જીત થઈ છે. તેમજ વોર્ડ નંબર 17 (પુણા પૂર્વ)માં આપની પેનલની જીત થઈ છે. આ સિવાય વોર્ડ નંબર-2માં આમ આદમી પાર્ટીની આખી પેનલનો વિજય થયો છે. આ પહેલા વોર્ડ નંબર 16માં જીત મેળવીને આમ આદમી પાર્ટીએ પોતાની પહેલી જીત મેળવી હતી.
વોર્ડ નંબર 8માં ભાજપના 3 ઉમેદવારો અને આણ આદમી પાર્ટીના 1 ઉમેદવારની જીત થઈ છે. આ ઉપરાંત વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ તોડીને બે આપના ઉમેદવારોએ વિજય મેળવ્યો છે.
આમ આદમી પાર્ટીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમ ટાઉન સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 16 અને વોર્ડ મંબર 4 એમ બે વોર્ડમાં શાનદાર જીત અને વોર્ડ નંબર 8માં ભાજપની પેનલ તોડીને એક બેઠક મેળવીને ભાજપને આંચકો આપ્યો છે. વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 4ની ચાર-ચાર બેઠકો પર ભવ્ય જીત મેળવીને આમ આદમી પાર્ટીએ શાનદાર દેખાવ કર્યો છે. સુરત મનપા ચૂંટણીના અત્યાર સુધીના પરિણામ જોઇએ તો ભાજપની 61 બેઠક પર જીત થઈ છે. જ્યારે આપની 23બેઠક પર જીત થઈ છે.
Surat:
BJP- 93,
AAP- 27,
Congress- 00
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle