એરપોર્ટ પર સફાઈ કરતો કર્મચારી કેવી રીતે બન્યો કરોડોની કંપનીનો માલિક, વાંચવા જેવી છે આ કહાની

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના અલીગઢ(Aligarh)ના રહેવાસી આમિર કુતુબ(Aamir Qutub)ની સક્સેસ સ્ટોરી(Success Story) લાખો યુવાનોને પ્રેરણા આપનારી છે. આ 33 વર્ષીય વ્યક્તિએ એવું કરી બતાવ્યું જેની કલ્પના જ કરી શકાય. એક સમયે ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર સફાઈ કર્મચારી તરીકે કામ કરતો આમિર આજે કરોડપતિ કંપનીનો માલિક છે. તેમની કંપનીમાં 100 થી વધુ કર્મચારીઓ કામ કરે છે. તેની સફળતાની સફર સરળ ન હતી. આમિર કહે છે કે એક સમય એવો હતો જ્યારે તેને 300 થી વધુ કંપનીઓમાં નોકરીમાંથી રિજેક્શન મળતું હતું. આવો એક નજર કરીએ આમિર કુતુબના જીવન પર…

યુપીના નાના શહેર અલીગઢના રહેવાસી આમિરે એમબીએનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂરો કર્યા બાદ આમિર નોકરીની શોધમાં ઓસ્ટ્રેલિયા ગયો હતો. લાખો યુવાનોની જેમ તેનું પણ એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરવાનું સપનું હતું. ઉલટું તેને કંપનીઓ તરફથી રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. એક અહેવાલ અનુસાર, આમિરે લગભગ 300 કંપનીઓમાં નોકરી માટે અરજી કરી હતી, પરંતુ તેને નકારી કાઢવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર કર્યું હતું કામ:
નોકરીની શોધમાં ઓસ્ટ્રેલિયા પહોંચેલા આમિરને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. આમિર જણાવે છે, ઓસ્ટ્રેલિયા જવું ખૂબ જ ડરામણું હતું, કારણ કે મારા માટે બધું નવું હતું, અને મારું અંગ્રેજી એટલું સારું ન હતું કે લોકો સાથે વાતચીત કરવામાં મને મદદ કરી શકાય. કોઈ કંપનીએ મને ઈન્ટરવ્યુમાં હાજર રહેવાની તક પણ નથી આપી. અમીર કહે છે કે તેણે વિક્ટોરિયાના એવલોન એરપોર્ટ પર ક્લીનર સહિત ઘણી નોકરીઓ કરી અને છ મહિના ત્યાં વિતાવ્યા.

સોફ્ટવેર પ્રોજેક્ટથી મળી સફળતા:
ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર સફાઈ કામ કરવાની સાથે આમિરે હિંમત હારી નહીં. ડેઈલી મેઈલના અહેવાલમાં જણાવાયું છે કે યુનિવર્સિટીની કારકિર્દી પૂરી કર્યા પછી પોતાનો સોફ્ટવેર પ્રોજેક્ટ શરૂ કરવાનો પ્રયાસ કરવા તેણે એરપોર્ટની નોકરી પણ છોડી દીધી હતી. તેણે ટેક કંપની આઈસીટી જીલોંગમાં ઈન્ટર્નશીપ કરી હતી. 15 દિવસમાં તેમને ઓપરેશન મેનેજર તરીકે બઢતી આપવામાં આવી.

આમિરને તેનું કામ પસંદ હતું. તેમની સખત મહેનતથી, બે વર્ષથી ઓછા સમયમાં, તેણે તે જ કંપનીના આઈજીએમનું પદ મેળવ્યું. આમિર કહે છે કે, કંપનીમાં મારી નિમણૂક બાદ આવકમાં 300%નો વધારો થયો છે.

પોતાની કંપની શરૂ કરી:
એક ટેક કંપનીમાં કામ કરતી વખતે આમિરે પોતાની કંપની શરૂ કરવાનું નક્કી કર્યું. અમીરે 2014માં માત્ર $2,000માં તેની કંપની એન્ટરપ્રાઇઝ મંકી પ્રોપ્રાઇટર લિમિટેડની સ્થાપના કરી હતી. તેઓ યુવા સાહસિકોને તેમના ધ્યેય માટે હંમેશા આગળ વિચારવાની સલાહ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *