આમ આદમી પાર્ટી ની સરકાર બનશે એટલે આખા ગુજરાતમાંથી હપ્તા રાજ બંધ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા

દરેક ક્ષેત્ર પ્રમાણે વેપારીઓએ પણ અલગ અલગ સમસ્યાઓ અનુભવવી પડતી હોય છે. બીજી પાર્ટીઓ આવે છે, ખોટા વાયદાઓ કરે છે અને જનતાને લૂંટીને જતી રહે…

દરેક ક્ષેત્ર પ્રમાણે વેપારીઓએ પણ અલગ અલગ સમસ્યાઓ અનુભવવી પડતી હોય છે. બીજી પાર્ટીઓ આવે છે, ખોટા વાયદાઓ કરે છે અને જનતાને લૂંટીને જતી રહે છે. કોઈ સામે આવીને જનતાને પોતાની સમસ્યાઓ રજૂ કરવાનો મોકો આપતું નથી. પરંતુ આ કુપ્રથા આમ આદમી પાર્ટીએ બંધ કરી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના દરેક જિલ્લામાં જઈને વેપારીઓની સમસ્યા જાણવાની નવી મુહિમ શરુ કરી છે. પાછલા ત્રણ દિવસથી વાપી, વલસાડ અને નવસારીમાં વેપારીઓ સાથે જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુક્રમે ચોથા દિવસે વેપારી સાથે સંવાદ અંતર્ગત સુરતમાં જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ બીજા દિવસે આ જનસંવાદ કાર્યક્રમ ભરૂચમાં પણ યોજવામાં આવશે. દરેક વ્યક્તિ સુધી પહોંચવા માટે અને તેમના વિચારો જાણવા માટે આમ આદમી પાર્ટીએ સતત એક મહિના સુધી ગુજરાતના દરેક જિલ્લામાં વેપારી સંવાદનું આયોજન કર્યું છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સુરતના વેપારીઓને સંબોધતા જણાવ્યું કે, આ કાર્યક્રમમાં હું અરવિંદ કેજરીવાલજીના એક પ્રતિનિધિ તરીકે આપની સમક્ષ ઉપસ્થિત રહ્યો છું. ગુજરાત રાજ્ય વર્ષોથી વેપાર ધંધો કરવા માટે જાણીતું રાજ્ય છે. આજે ભાજપના લોકો ભલે એમ કહેતા કે ભાજપની સરકાર આવ્યા પછી ગુજરાતમાં વેપારની પ્રગતિ થઈ છે પણ હકીકત તો એ છે કે આ દેશમાં લોકશાહીને સ્થાપના થઈ એ પહેલાથી જ ગુજરાત અને એમાંય ખાસ સુરત વેપાર ધંધા માટે જાણીતું છે. પણ આજે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે, વેપાર કરવો કે સરકારી ઓફિસના ધક્કા ખાવા કે કન્સલ્ટન્ટના ધક્કા ખાવા કે સરકારી અધિકારીઓ સામે હાથ જોડવા કે પોલીસ સ્ટેશનએ જવું શું કરવું એ સમજાતું નથી, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને વેપારીઓની આવી સમસ્યાઓનું સમાધાન લાવવા માટે પહેલા તેમની સમસ્યાઓ જાણવાની જરૂર છે અને એના માટે જ આમ આદમી પાર્ટીએ આ સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે.

અરવિંદ કેજરીવાલજીએ બે શહેરોમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો અને એ બે કાર્યક્રમને વેપારીઓ તરફથી એટલો સારો પ્રતિસાદ મળ્યો કે પ્રદેશ પરથી નક્કી કરવામાં આવ્યું કે આમ આદમી પાર્ટી દરેક જિલ્લામાં વેપારીઓ સાથે સંવાદ કરશે. આ સંવાદ કાર્યક્રમ દ્વારા અમે એ જાણી શકીએ છીએ કે ગુજરાતના કયા શહેરમાં અને કયા જિલ્લામાં કયા પ્રકારના વેપાર ધંધા થઈ રહ્યા છે અને તેમની મુશ્કેલીઓ શું છે અને તેનું કેવું સોલ્યુશન નીકળી શકે, આ જ મુખ્ય ઉદ્દેશ છે આ વેપારી સંવાદ કાર્યક્રમનો. વેપારીઓની વેદના સાંભળવા માટે ક્યારેય પણ કોઈ મંત્રી ધારાસભ્ય કે સાંસદે કોઈ પણ પ્રકારનો સમય ફાળવ્યો નથી. ભાજપના કાર્યક્રમમાં પણ ક્યારે પણ કોઈને બોલવા દેવામાં આવતા નથી પરંતુ અરવિંદ કેજરીવાલજી માને છે કે જનતાને અને વેપારીઓને તેમની વાત કહેવાનો હક છે અને મંચ પર બેઠેલા લોકોએ પણ જનતાનો અને વેપારીઓનો અવાજ સાંભળવો જોઈએ. એટલા માટે અમે આ વેપારીઓ સાથેના જનસંવાદ કાર્યક્રમથી એક નવી શરૂઆત કરી છે.

ભાજપના લોકો કહે છે કે ચૂંટણી આવી છે એટલે આમ આદમી પાર્ટીના લોકોએ આ જનસંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે તો મારે એમની એ જ કહેવું છે કે, આ ચૂંટણી બધા લોકો માટે આવી છે અને આ જનસંવાદ કાર્યક્રમથી અમે જનતાનો અવાજ સાંભળીએ છીએ અને તેમની સમસ્યાઓનું નિરાકરણ આવે એના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમારે લોકોના મત તો જોઈએ જ છે પણ તેમની વાત સાંભળીને. અમારે તેમની સમસ્યાનો નિરાકરણ લાવવાનું પણ કામ કરવાનું છે. અમારે ધાક ધમકી આપીને જોર જબરજસ્તીથી લોકોના મત નથી જોઈતા. અમે ઈજ્જતથી પ્રેમથી અને સન્માનથી લોકોના મત લેવામાં માનીએ છીએ. દિલ્હીમાં વેપારીઓ અરવિંદ કેજરીવાલજી ખુબ મત આપે છે, દિલ્હીના વ્યાપારીઓ અરવિંદ કેજરીવાલજીની નીતિ ખુશ થઈને રાજી ખુશીથી પ્રેમથી મત આપે છે.

હમણાં ઘણા વેપારીઓએ કહ્યું કે અમુક લોકો વેપાર ધંધાના નામે આવીને ઉઠમણું કરીને જતા હોય છે અને ઈમાનદાર વેપારીઓના પૈસામાં ફસાઈ જતા હોય છે ત્યારબાદ પોલીસ પણ આ વેપારીઓનું કંઈ સાંભળતી નથી તો મારી પાસે આ સમસ્યાનું એક જ સમાધાન છે કે આ ઉઠમણું કરતા લોકોથી મુક્તિ મેળવવી હોય તો સૌથી પહેલા ભાજપનું ઉઠમણું કરી દો. જ્યાં સુધી ભાજપનું ઉઠામણું નહીં થાય ત્યાં સુધી ભાજપના લોકો ઉઠમણું કરતા રહેશે. આ ઉઠામણું કરનારનો મેઈન બોસ અહીંયા સુરતથી જ છે તેમણે એક બેંકમાંથી કરોડો રૂપિયાનું ઉઠમણું કર્યું હતું અને આ બાબતની જાણ તેમણે પોતે જ ચૂંટણી સમયે એફિડેવિટમાં કરી હતી. જો આવા લોકો સત્તામાં બેઠા હોય તો આપણે તેમનાથી અને પોલીસથી શું આશા રાખી શકીયે?

ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી જે બેફામ શાસન બન્યું છે એના કારણે વેપારીઓને ત્રણ પ્રકારની મુખ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પહેલી મુશ્કેલી છે લાયસન્સ રાજ. વેપાર કરવા માટે આ લાઇસન્સ અને પેલું લાયસન્સ એમ કરીને વેપારીને અહીંથી ત્યાં દોડાવવામાં આવે છે અને દુનિયાભરના લાયસન્સોના કારણે વેપારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે એટલા માટે જ અરવિંદ કેજરીવાલજીએ સંકલ્પ લીધો છે કે ગુજરાતમાંથી લાઇસન્સ રાજને ખતમ કરવામાં આવશે.

બીજી મુશ્કેલી છે રેડ રાજ. જો કોઈ માણસ અવાજ ઉઠાવે, પ્રશ્ન પૂછે, ભાજપની રેલીઓમાં ન જાય અને ભાજપને ફંડ ન આપે તો એના ત્યાં રેડ પડતી હોય છે. જ્યારે અરવિંદ કેજરીવાલજી ની સરકાર બની ત્યારે દિલ્હીમાં પણ વેપારીઓની એ મુખ્ય સમસ્યા હતી કે સરકારી અધિકારીઓ ગમે ત્યારે રેડ પાડે છે ડરાવે ધમકાવે છે અને એના કારણે વેપારીઓ મુશ્કેલી અનુભવે છે તો અરવિંદ કેજરીવાલ જઈએ નિયમ બનાવ્યો કે કોઈપણ વેપારીના ત્યાં ક્યારેય પણ રેડ પાડવામાં નહીં આવે અને વેપારીઓને પૂરી આઝાદી સાથે નિર્ભય વાતાવરણમાં વેપાર કરવાનો મોકો આપવામાં આવશે અને આ રીતે દિલ્હીમાંથી રેડ રાજને ખતમ કરવામાં આવ્યું અને આ જ પ્રમાણે ગુજરાતમાં પણ રેડ રાજને ખતમ કરવામાં આવશે.

વેપારીઓની ત્રીજી મુશ્કેલી છે હપ્તા રાજ. આજે રોડ પર લારી પર વેપાર કરનારને ત્યાં પણ સાંજે એક ગાડી આવી જાય અને 200 500 રૂપિયા લઈ જાય છે. આવી રીતે આખા ગુજરાતમાં ઠેર ઠેર નાના મોટા વ્યાપારીઓ પાસેથી હપ્તો ઉઘરાવવામાં આવે છે અને વેપારીઓની મહેનતની કમાણીને છીનવી લેવામાં આવે છે આ બધા પાછળ કોણ છે? કોણ હપ્તાના ચલાવી રહ્યું છે? અરવિંદ કેજરીવાલજીએ ખાતરી આપી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે એટલે આખા ગુજરાતમાંથી આ હપ્તા રાજ બંધ કરવામાં આવશે.

વેપારીઓ સાથેના જન સંવાદ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ વેપારીઓ ને સંબોધિત કરીને કહ્યું કે, અમે જાણીએ છીએ કે ઘણા બધા વેપારીઓ અમારા કાર્યક્રમમાં હિસ્સો લેવા માટે આવતા નથી પરંતુ તેઓ સોશિયલ મીડિયા થકી વેપારીઓ સાથેના જન સંવાદ કાર્યક્રમને જોતા હોય છે. જનતાના મુદ્દા સાંભળવાની તથા તેમને બોલવાનો મોકો મળે એવી કોઈપણ પ્રકારની રાજનીતિ અત્યાર સુધી ગુજરાતમાં થઈ ન હતી પરંતુ આપણે અરવિંદ કેજરીવાલજીનો આભાર માનવો જોઈએ કારણકે એમણે આ પ્રકારની નવી રાજનીતિની શરૂઆત કરી જેમાં સામાન્ય જનતા અને વેપારીઓ ખુલ્લા મને પોતાના મનની વાત અને પોતાના મુદ્દાઓ પોતાની સમસ્યાઓ અમને જણાવતા હોય છે. હું પોતે એક વેપારી છું એટલે વેપારીઓના મનની વેદનાને સમજુ છું.

જ્યારથી આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વડાપ્રધાન બન્યા છે ત્યારથી આખા દેશના અર્થતંત્રને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. આજે સત્તામાં બેઠેલા એક જ વ્યક્તિને એના ધંધામાં ફાયદો થાય અને એ લોકોના અનુકૂળ જ નીતિઓ બનાવવામાં આવે છે, ત્યારે બાકી બધા લોકોના વેપાર ધંધા માં મુશ્કેલી આવતી હોય છે. સુરત ગુજરાતની આર્થિક રાજધાની છે, અત્યાર સુધી સુરત શહેર સૌથી વધુ રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાં નાખ્યા છે. પહેલા સુરત જેના માટે જાણીતું હતું એ હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ ની આજે જે પરિસ્થિતિ છે એ આપણા સૌ માટે એક ચિંતાજનક વિષય છે. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જે નીતિઓ છે એ નીતિઓના પર અમલ થતો નથી.

વેપારીઓ જાણે કોઈ ચોર હોય એવું સરકારનું વલણ હોય છે અને વેપારીઓના હક ના પૈસા વેપારીઓને આપવામાં આવતા નથી. ગુજરાતના લોકો અને ગુજરાતના વેપારીઓ માટે આ ખૂબ જ ચિંતાજનક વિષય છે અને આપણે આમાંથી બહાર આવવું પડશે. આજે આખા ગુજરાતમાં અને સુરતમાં પણ પહેલાની જેમ જીઆઇડીસીના જેમ વેપાર ધંધો કરવા માટે જમીન મળતી નથી અને એના કારણે જ જ્યારે આપણે કોઈ ધંધો કરવો હોય તો સૌથી મોટું મૂડી રોકાણ જમીન અને મકાનમાં થતું હોય છે. અને આવા ઘણા મુદ્દાઓ છે જેના કારણે વેપારીઓ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને આ બધી પરિસ્થિતિઓ પાછળનું મૂળ કારણ હાલની સરકારની પોલીસી પેરાલીસીસ અને ટેક્સ ટેરેરિઝમ છે. આજે કોઈ વેપારી પોતાનો સામાન લઈને ક્યાં જતો હોય તો તેને રસ્તા પર ઉભો રાખીને તેની પાસેથી ઉઘરાણી કરવામાં આવે છે તો આની પાછળ ભાજપ સરકારની નીતિ છે ભાજપ સરકાર બસ ગમે તે રીતે લોકોને લૂંટવામાં જ માને છે.

આખા દેશમાં આજે સુરત પોલિએસ્ટરનું કાપડ બનાવવા માટે પ્રખ્યાત છે, પણ પોલીએસ્ટર નું મુખ્ય રો મટીરીયલ પૂરું પાડવા માટે જે કંપની કામ કરે છે એ એક કંપનીની મોનોપોલી છે અને એના કારણે જ આપણે બધા જેટલી પણ મહેનત કરીએ છીએ એમાં સૌથી મોટો ફાયદો ખાલી એક કંપની લઈ જાય છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ એ કંપનીની મોનોપોલી હતી અને આજે ભાજપની સરકાર છે ત્યારે પણ એ જ કંપનીની મોનોપોલી છે એનો મતલબ એમ જ કે એ એક કંપનીએ આ બંને પાર્ટીની સરકારોને પોતાના ખિસ્સામાં રાખી છે. તો આવી કંપનીઓના કહેવાથી સરકાર પોલીસી બનાવે છે અને એના કારણે આપણા જેવા લાખો વેપારીઓ પર તેની ખરાબ અસર પડે છે.

આ અમુક કંપનીની જોહુકમી અને સરકારની ખોટી નીતિઓને રોકવાનું કામ આપણે સૌએ કરવું પડશે. આપણા માટે ખુશીની વાત છે કે ગુજરાતના લોકો પાસે આજે એક નવો વિકલ્પ ઉભરીને આવ્યો છે. અરવિંદ કેજરીવાલ જઈએ દિલ્હીમાં સરકાર બનતાની સાથે જ વેપારીઓ માટે વેપારીઓને અનુકૂળ નીતિઓ બનાવી અને દિલ્હીના વેપારીઓ માટે વેપાર કરવા માટે એક સારું વાતાવરણ ઉભું કર્યો. જેમકે દિલ્હીમાં રેડ રાજને ખતમ કરી દેવામાં આવી છે તથા દિલ્હીમાં સરકારી અધિકારીઓ વેપારીઓ પાસેથી પૈસા પણ હવે માંગતા નથી તો આજ પ્રકારની ઉત્તમ વ્યવસ્થા નું નિર્માણ હવે ગુજરાતમાં પણ થાય એ માટે આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *