AAP કોર્પોરેટરોનું 10 લાખના લાંચકેસમાં મોટો ઘટસ્ફોટ: આખા ખેલનું ઓડિયો રેકોર્ડિંગ આવ્યું સામે

AAP Corporators Bribery Case: આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર સુરતના એસએમસીના પાર્કિંગ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર પાસે દસ લાખના લંચની માંગણી કરી હતી. ત્યારે આ મામલે કોર્પોરેટર વિરુદ્ધ એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ આ ફરિયાદમાં(AAP Corporators Bribery Case) ફરિયાદીએ સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડી.યુ. રાણે અને કાર્યપાલક ઇજનેર કે.એલ.વસાવાનુ નામ પણ સામે આવ્યા છે. ત્યારે આ મામલે એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ટૂંક સમયમાં આ બંનેના નિવેદન પણ લેવામાં આવશે. કોર્પોરેટર એ ફરિયાદી સાથે કરેલી ડિલનું ઓડિયો રેકોર્ડિંગ પણ સામે આવ્યો છે.

સુરતમાં આપ કોર્પોરેટર દ્વારા દસ લાખની લાંચ  લેવાના આરોપસર એસીબીએ દાખલ કરેલી ફરિયાદમાં હવે એક નવો વળાંક આવ્યો છે, એસીબી જે ફરિયાદીને કોન્ટ્રાક્ટર બતાવી રહે છે તે ફરિયાદી સુરત મહાનગરપાલિકાના કાગળ પર કોન્ટ્રાક્ટર જ નથી. મનપાના ચોપડે તો ફરિયાદીનો ભાઈ મુકેશ સવાણી કોન્ટ્રાક્ટર છે.

આમ આદમી પાર્ટી કોર્પોરેટર લાંચ પ્રકરણમાં માત્ર કોર્પોરેટર જ નહીં પરંતુ સુરત મહાનગરપાલિકાના અન્ય બે અધિકારીઓ પણ સામેલ હોવાનું  ફરિયાદીએ જણાવ્યું હતું. ફરિયાદીએ પોતાની ફરિયાદ અરજીમાં જણાવ્યું હતું કે જ્યાં એક તરફ કોર્પોરેટર તેમની પાસે લાંચ માગી રહ્યા હતા ત્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકાના બે અધિકારીઓ  તેમના સમર્થનમાં આવીને પૈસા આપવાની વાત કરી હતી. જેનું ઓડિયો રેકોર્ડિંગ ફરિયાદીએ કરી લીધો હતો.  તમને જણાવી દઈએ કે આ મીટીંગની જગ્યા અન્ય કોઈ સ્થળ નહીં પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વરાછા ઝોનની ઓફિસ જ હતી. અધિકારીઓ દ્વારા ફરિયાદીને બોલાવી આરોપી કોર્પોરેટર જીતુ સાથે મીટીંગ કરાવી હતી.

ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યા બાદ એવું કહી શકાય કે કોર્પોરેટોરોની સાથે નગરપાલિકાના અધિકારીઓ પણ આ પ્રકરણમાં ભાગીદારી હતા. જેથી અધિકારીઓ પણ આ મામલામાં રસ દાખવી રહ્યા હતા. અને ફરિયાદી પાસે અને ફરિયાદી સાથે સમાધાન કરી રૂપિયા પડાવી લેવાનો આખેઆખો ખેલ રચવામાં આવ્યો હતો.

ફરિયાદીએ જ્યારે પ્રથમવાર એન્ટીકરપ્શન બ્યુરોમાં અરજી આપી હતી. ત્યારે જણાવ્યું હતું કે વરાછા ઝોનના એમાં અધિકારીઓએ બોલાવ્યા હતા જ કોર્પોરેટર જીતુ કાછડીયા, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડી. યુ. રાણે તથા કાર્યપાલક એન્જિનિયર કે. એલ. વસાવા હાજર હતા. કે.એલ.વસાવાને ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો હતો. ત્યાં કોઈ અંગત મીટીંગ હોવાનું કહી પટાવાળાએ બધાના મોબાઈલ ફોન જમા કરી ઓફિસની બહાર લઈ જવામાં આવ્યા હતા.

વધુમાં ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ઓફિસની અંદર વાતચીત ચાલુ થઈ હતી અને હું મારો મોબાઈલ ફોન ખિસ્સામાં રાખીને  રેકોર્ડિંગ કરી રહ્યો હતો. અધિકારો દ્વારા અને આમ આદમીના કોર્પોરેટર દ્વારા જે પૈસાની માંગણી કરવામાં આવી હતી. તેને આપવા માટે જણાવ્યું હતું, જો કે મિટિંગના બે દિવસ બાદ કોર્પોરેટરોને રેકોર્ડિંગની ભનક મળી ગઈ હતી અને આ લોકોએ પૈસા લેવાની વાતને અટકાવી દીધી હતી.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં એન્ટી કરપ્શન તરફ દ્વારા બે કોર્પોરેટરો સામે ફરિયાદ નોંધવામાં આવે છે જેમાંથી એક કોર્પોરેટર વિપુલ સુહાગરા ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય કોર્પોરેટર જીતુ કાછડીયા હજુ સુધી ફરાર છે. જીતુ કાછડીયા ઝોન ઓફિસમાં અધિકારી દ્વારા ફરિયાદી સાથે કરેલી મિટિંગમાં હાજર હતા. ત્યારે  ત્યારે આ મામલે એસીપી દ્વારા રેકોર્ડિંગનું FSI કરાવવામાં આવ્યું હતું . જોકે બે અધિકારીઓની સામે હજુ સુધી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ કેસમાં હજુ કંઈક રંધાઈ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.