ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને AAP નેતા ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન આવ્યું સામે- કહ્યું કે, બાગેશ્વરધામ…

Gopal Italia’s statement regarding Dhirendra Shastri: ગુજરાતના અલગ અલગ શહેરમાં બાગેશ્વર ધામ (Bageshwar Dham)ના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri)નો દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. જેને લઈ રાજકોટ (Rajkot), અમદાવાદ (Ahmedabad) પછી હવે સુરત (Surat) શહેરમાં પણ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઇ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ ઈટાલિયાના ઘણા જૂના નિવેદનો ચર્ચામાં આવ્યા હતા. કદાચ એટલે જ હાલમાં ગોપાલ ઈટાલિયા (Gopal Italia) દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે બોલતા તર્કબદ્ધ દલીલ કરવામાં આવી છે.

ગોપાલ ઇટાલિયાએ જણાવતા કહ્યું હતું કે, ગુજરાત સંત બજરંગદાસ બાપા, સંત જલારામ બાપા, સંત વાલમરામ બાબા એવા દિવ્ય મહાપુરુષોની ધરતી છે. આજનું ગુજરાતએ હવે બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને માનતું હોય, તેમના કાર્યક્રમ ગુજરાતમાં થતાં હોય તો ધર્મમાં માનનારા લોકોએ વિચારવું જોઈએ કે આપણી અધોગતિ થઈ છે કે ઉર્ધ્વગતિ થઈ છે?

વધુમાં ઉમેરતા કહ્યું કે, જલારામ બાબા જેવા પરમ મહાન સંતોને માનતા-માનતા આપણે ક્યાં બાગેશ્વરધામ સુધી પહોંચ્યા? આપણે ધર્મના કામમાં આગળ વધ્યા કે પાછળ ગયા? એ બધાએ વિચારવાનો પ્રશ્ન છે.

ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવતા કહ્યું કે, જેણે આ બધુ વિચારીને ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ ગોઠવ્યો હશે તેને ફાયદો કે નુકસાન થવાનું છે. પણ ગુજરાતની શ્રદ્ધાળુ વ્યક્તિ તરીકે, ગુજરાતની સંસ્કૃતિમાં આસ્થા રાખનારી વ્યક્તિ તરીકે આપણો રસ્તો કઈ બાજુનો છે એ પણ વિચારવું જોઈએ. તેના દ્વારા ફાયદા અને નુકસાનનો ખ્યાલ આવી જાય.

વધુમાં કહ્યું છે કે, ગુજરાત જ નહીં આખા ભારતના લોકો ધર્મપ્રેમી અને આસ્થાવાન રહ્યાં છે. પણ આસ્થાના નામે માણસોને છેતરવામાં આવે, માણસની શક્તિનો રાજકીય રીતે ઉપયોગ કરવામાં આવે તો તત્કાલીન સમયે કોઈને ફાયદો હોઈ શકે પરંતુ લાંબાગાળા માટે ભારતીય અને ભારતના આધ્યાત્મને નુકસાન કરાવી શકે છે. આપણે મહાન સંતો મળી ચુક્યા છે, જેમણે સમાજને ખૂબ સારો સંદેશ આપવામાં આવ્યો છે, સારા વિચારો, પ્રેરણા અને તત્વજ્ઞાન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *