વિધર્મી યુવકે એવું તો શું કહી દીધું કે, ખેડાની દીકરીએ પોતાનો જીવ આપી દીધો

love jihad in Kheda: ગુજરાત રાજ્યના (Kheda) જિલ્લા માંથી એક લવ જેહાદ (Love jihad) નો કિસ્સો સામે આવ્યો છે, જિલ્લાના કપડવંજ (Kapadvanj) માંથી આ ઘટના…

love jihad in Kheda: ગુજરાત રાજ્યના (Kheda) જિલ્લા માંથી એક લવ જેહાદ (Love jihad) નો કિસ્સો સામે આવ્યો છે, જિલ્લાના કપડવંજ (Kapadvanj) માંથી આ ઘટના પ્રકાશમાં આવી છે. હિન્દુ પરિણીતાએ આપઘાત કરી લેતા કપડવંજ રૂરલ પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંજીબેન જયંતીભાઈ પરમાર (Anjiben Jayantibhai Parmar) ઉર્ફે અંજના (ઉંમર વર્ષ 25)એ આપઘાત કરી લીધો હતો.

તારીખ 11-5-2023 ના રોજ નર્મદા નહેરમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, તે દરમિયાન અકસ્માતની ફરિયાદ કપડવંજ રૂરલ પોલીસ મથકમાં નોધવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. તારીખ 20-5-2023ના રોજ આપઘાત માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ મોહસીન અલી નિઝામ અલી સૈયદ રહેવાસી દહિયપ(ઉંમર વર્ષ 38) સામે નોધવામાં આવી છે.

ગત તારીખ 20મી મેના રોજ આપઘાત માટે દુશપ્રેરણાની ફરિયાદ નોધવામાં આવી હતી. આ સમગ્ર મામલે 38 વર્ષીય મોહસીન અલી નિઝામ અલી સૈયદ નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવી છે. પોલીસ તપાસમાં મળેલી માહિતી અનુસાર પરિણીતાને મોહસીન પ્રેમ સંબંધ રાખવા માટે ફોન કરીને ધમકીઓ આપી રહ્યો હતો અને જો તે પ્રેમ સબંધ ન રાખે તો બદનામ કરવાની પણ ધમકીઓ આપતો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફોન કરીને મોહસીન અંજનાને પ્રેમ સંબંધ રાખવા માટે ધમકીઓ આપી રહો હતો. મોહસીન કહેતો હતો કે જો પ્રેમ સંબંધ ન રાખે તો બદનામ કરશે. હાલ કપડવંજ રૂરલ પોલીસે મોહસીન અલીની ગિરફ્તાર કરી લીધો છે. 

કહેવામાં આવી રહ્યું છે કે, વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમ સંબંધ માટે અવારનવાર ખુબજ હેરાન પરેશાન કરતો હતો. મળેલી માહિતી અનુસાર મોહસીન અલીને સંતાનોમાં બે બાળકો છે અને તે પણ પરણિત હોવાનો ખુલાસો થયો છે. મૃતક યુવતી પરણિત છે અને તેને સંતાનોમાં  4 માસનું એક બાળક હતું જેણે માતાની છત્રછાય ગુમાવી છે. હાલ પોલીસે વધુ તપાસ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *