Oyo હોટેલમાં ગર્લફ્રેન્ડને લઈને જતા પકડાયેલા AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે

AAP MLA Bhupat Bhayani: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે.વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે રાજીનામું આપશે. વિગતો મુજબ ભૂપત ભાયાણી(AAP…

AAP MLA Bhupat Bhayani: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે.વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે રાજીનામું આપશે. વિગતો મુજબ ભૂપત ભાયાણી(AAP MLA Bhupat Bhayani)એ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે.વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ આપશે રાજીનામું. ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થશે. ભાયાણીના રાજીનામા આપ્યા બાદ AAPનું સંખ્યાબળ ઘટીને ચાર થશે. ભૂપત ભાયાણી રાજીનામું આપતા રાજ્ય વિધાનસભા થશે ખંડિત. ભાયાણીના રાજીનામાથી વિધાનસભાનું સંખ્યાબળ 181 થઇ જશે. . હાલમાં વિસાવદરથી ભૂપત ભાયાણી, ડેડિયાપાડાથી ચૈતર વસાવા, ગારિયાધરથી સુધીર વાઘાણી, જામજોધપુરથી આહીર હેમંત ખવાજી અને બોટાદથી ઉમેશ મકવાણા આપના ધારાસભ્યો છે.

AAP ધારાસભ્ય Bhupat Bhayani કરી શકે છે કેસરિયા

અત્રે ઉલેખનીય છે કે, વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડશે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના મૂડમાં છે. ત્યારે ભૂપત ભાયાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે ગઈકાલે મુલાકાત કરી હતી. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં હોવાની પણ માહિતી સામે આવી રહી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપમાં જોડાય શકે છે. અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવતા જોવા મળતા હતા, જો કે આ વખતે આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યુ છે.

યુવતી સાથે Oyo હોટલમાં કથિત સીસીટીવી થયા હતા વાયરલ

નોંધનીય છે કે, થોડા સમય પહેલા AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણી વિવાદમાં આવ્યા હતા. તેઓ સુરતના કડોદરા વિસ્તારમાં આવેલી સૂરજ નામની એક ઓયો હોટલ માં 800 રૂપિયાના ભાડે રૂમ રાખીને પહોંચેલા ભુપત ભાયાણીએ રિસેપ્શન પર રજીસ્ટ્રેશન કર્યું અને યુવતી સાથે 50 મિનીટ સુધી એકાંતમાં રહ્યા હતા. પરંતુ આ વાતની જાણ તેના પતિને થઈ જતા તેને મોબાઈલ વીડિયો શરૂ કરીને હોટલ પર રેડ કરી હતી અને પતિ આવી ગયો હોવાનું જાણતા જ ભુપત ભાયાણીએ મોઢે રૂમાલ બાંધીને ચાલતી પકડી હતી.

જાણો કોણ છે AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી(Bhupat Bhayani)?

સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી હતી. કેશુભાઈ બાદ હર્ષદ રિબડિયા કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા પરંતુ AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને લગભગ 7 હજારના માર્જીનથી હરાવ્યા હતા. ભાયાણી BJP ગોત્રના છે તેઓ બે વર્ષ પહેલા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ સરપંચ પણ રહી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *