વડોદરામાં રિલ્સના ચક્કરમાં નિયમોની ઐસીતૈસી! રસ્તા વચ્ચે જ ટ્રાફિક રોકીને યુવકે ‘મટક મટક’ ગીત પર કર્યો ડાન્સ

Vadodara Viral Video: આજકાલના યુવકોને સોશિયલ મીડિયાનું એવું ભુત ચડ્યું છે કે, તેઓ ફેમસ થવા માટે કઈ પણ કરી રહ્યા છે.રિલ્સના ચક્કરમાં યુવકો નિયમો પણ તોડી રહ્યા છે.ત્યારે આવી જ એક વધુ ઘટના વડોદરામાંથી સામે આવી રહી છે.જ્યાં એક યુવકે રિલ્સ બનાવવાના ચક્કરમાં નિયમોની ઐસીતૈસી કરી છે અને ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી રીતે વીડિયો બનાવ્યો હતો.રોડ વચ્ચે યુવકનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો સંગમ (Vadodara Viral Video) ચાર રસ્તા પાસેનો હોવાનું સામે આવી રહ્યું છે.

રિલ્સના ચક્કરમાં નિયમ તોડવા કેટલા યોગ્ય ?
વડોદરામાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા યુવકે નિયમ તોડ્યા છે. ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી રીતે યુવકે રોડ વચ્ચે ડાન્સ કરી રહ્યો છે. રોડ વચ્ચે ડાન્સ કરી યુવકે રીલ્સ બનાવી અને વાયરલ કરી છે. જે વીડિયો વડોદરાના સંગમ ચાર રસ્તા પાસેનો હોવાનું સામે આવી રહ્યું છે.

જિંદગીને રમત સમજી રહ્યા છે ?
પોતાની જિંદગીને રમત ન સમજવી જોઈએ, પરંતુ આજકાલના યુવાનો સોશિયલ મીડિયાના ચક્કરમાં જિંદગીને રમત સમજી બેઠયા છે. સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના મોહમાં જોખમી સ્ટંટ કરીને કે રોડ વચ્ચે ડાન્સ કરીને પોતાના જીવની સાથે અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર રોડ વચ્ચે ડાન્સ કરીને વીડિયો બનાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *