AAP ધારાસભ્યનું ગોળી વાગવાથી મોત, દોડતી થઈ પોલીસ

Punjab AAP MLA Death: એક મોટા સમાચાર પંજાબથી સામે આવી રહ્યા છે, જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરુપ્રીત ગોગીનું ગોળી લાગવાને કારણે મૃત્યુ થયું છે. સમગ્ર ઘટના રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસની જણાવાઈ રહી છે. ગોળી લાગવાની જાણકારી મળ્યા બાદ તેમને લુધિયાનાની બીએમસી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ (Punjab AAP MLA Death) તેને મૃત જાહેર કર્યા છે.

પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસ દરમિયાન એવા જણાઈ આવે છે કે લાયસન્સ પિસ્તોલ સાફ કરતી વખતે તેને અચાનક ગોળી વાગી ગઈ હતી. ગોળી તેના માથાના ભાગે વાગી હતી જેના કારણે તેનું મૃત્યુ થયું છે.

પિસ્તોલ સાફ કરતી વખતે ચાલી ગોળી
આપ વધારે સભ્ય ગુરુપ્રીત ગોગીના અચાનક મૃત્યુના સમાચાર સાંભળી આખા શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મોડી રાત્રે સમર્થક અને ગોગીના સંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગુરુપ્રીત ગોગી આમ આદમી પાર્ટીના હલકા વેસ્ટથી ધારાસભ્ય છે. લુધિયાણા પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે કે ધારાસભ્ય ગોગી દ્વારા પોતાની લાયસન્સ બંદૂક સાફ કરવામાં આવી રહી હતી. તે વખતે અજાણતા ફાયરિંગ થયું હતું. જેના લીધે ગોળી માથાના ભાગમાં વાગી હતી અને મૃત્યુ થઈ ગયું છે.

આમ આદમી પાર્ટીના અધ્યક્ષે કરી પોસ્ટ
તેમજ આમ આદમી પાર્ટી પંજાબ વિભાગના અધ્યક્ષ અમન હરોડાએ એક્સ પર પોસ્ટ કર્યું છે. આ કપરા સમયમાં શોકમગ્ન પરિવાર પ્રતિ મારી સંવેદનાઓ છે. ભગવાન દિવગંત આત્માને શાંતિ આપે. ગોગીએ પોતાના મૃત્યુ પહેલા બુધ્ધા નાલાની સફાઈ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ અને આપ સાંસદ બલવીર સિંહ સાથે બેઠક કરી હતી.

2022માં કોંગ્રેસ છોડ્યા બાદ ગોગી આપમાં જોડાયા હતા. તેમને તે વર્ષે રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં લુધિયાણા પશ્ચિમ સીટ પરથી બે વારના ધારાસભ્ય ભારતભૂષણ આશુને હરાવ્યા હતા. તેની પત્ની સુખચૈન ગયા મહિને નગરપાલિકાની ચૂંટણી લડી હતી પરંતુ તે હારી ગઈ હતી.