તમારી આસપાસ સરકારી શાળાઓ ખરાબ હાલતમાં છે? AAP એ વોટ્સેપ નંબર જાહેર કરી માંગ્યા ફોટો

આજ રોજ આમ આદમી પાર્ટી (AAP) સુરત શહેર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે. સુરતના તમામ વિસ્તારમાં બિસ્માર તથા ગેરરીતી થતી હોઈ તેવી સરકારી શાળાનો…

આજ રોજ આમ આદમી પાર્ટી (AAP) સુરત શહેર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે. સુરતના તમામ વિસ્તારમાં બિસ્માર તથા ગેરરીતી થતી હોઈ તેવી સરકારી શાળાનો ફોટો અથવા વિડિઓ એક વોટ્સઅપમાં મોકલવા કહ્યું હતું. જેનાથી સાથે મળીને “સુરતમા અને ગુજરાતમાં શિક્ષાક્રાંતિ” લાવશે. ગુજરાત સંગઠન મંત્રી રામભાઇ ધડુક તેમજ મીડિયા કોઓર્ડીનેટર આર. કે. સાનેપરા તેમજ સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા અને સુરત શહેર સંગઠન મંત્રી રજનીભાઇ વાઘાણી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના શિક્ષણક્ષેત્રમાં ક્રાંતિ લાવવા આપની અનોખી પહેલ
AAP દ્વારા સુરત શહેર અને જીલ્લામાં પોતાના વિસ્તારની ખરાબ સરકારી શાળાઓનો વિડીયો ઉતારીને તેમજ ફોટો પાડીને આમ આદમી પાર્ટીનાં વ્હોટસએપ નંબર (૯૫૧૨૦ ૪૦૪૦૪) પર મોકલવા કહેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રીની ગુજરાત મુલાકાત દરમિયાન મીડિયા તથા સોશીયલ મીડિયા દ્વારા ગુજરાતની સરકારી શાળાની હકિકત રજુ કરવા આ પહેલ શુરુ કરવામાં આવી છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખુબ મજબુતીથી જનતાનો અવાજ ઉઠાવી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતની એક માત્ર વિરોધ પક્ષ છે, જે લોકો માટે અવાજ ઉઠાવે છે અને સત્તામાં બેઠેલી ભાજપને પણ જનતાનો અવાજ સાંભળવા માટે જનતાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તૈયાર કરે છે.

આજ દિવસ સુધી આઝાદીના આટલા વર્ષો સુધી રાજનિતીમાં દંગાની રાજનિતી, હિન્દુ મુસલમાનની રાજનિતી, જ્ઞાતિ-જાતિની રાજનિતી, ફલાણા સમાજનું અપમાન થઈ ગયુ વગેરે પ્રકારે મુદ્દા વગરની રાજનિતી ખુબ થઈ પણ અમને ગર્વ છે કે AAP એ શિક્ષણના મુદ્દાને રાજનિતીના પ્લેટફોર્મ ઉપર ચર્ચાનો વિષય બનાવ્યો છે. રાજકિય પ્લેટફોર્મ ઉપર અત્યારે શિક્ષા ચર્ચાનો વિષય બન્યો છે.

કોઇપણ દેશ, કોઇપણ સમાજ, કોઇપણ દેશની પ્રગતિનો આધાર એ શિક્ષણ છે. જ્યાં શિક્ષણ વ્યવસ્થા સારી હોય, જ્યાં સ્કુલ સારી હોય, જ્યાં ભણતર સારૂ હોય એ રાષ્ટ્ર પ્રગતિ કરે છે, એ સમાજ આગળ વધે છે, એ દેશ આગળ વધે છે, એ દેશ ઉંચાઇ ઉપર જાય છે પણ જ્યાંની સ્કુલ ખાડે ગઈ હોય જેના શિક્ષણ પર સરકારી કાર્યક્રમોને જાહેર બનાવવા માટે પરેશાન થતા હોય એ સમાજ કે રાજ્યનો વિકાસ અટકી જાય છે.

નજીકના સમયમાં જ PM મોદી ગુજરાત આવી રહ્યા છે અને પ્રધાનમંત્રી ગુજરાતમાં આવીને શિક્ષણ વિભાગ સંચાલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવાના છે. આ સેન્ટર ઉપર વડાપ્રધાન મોદી કમાન્ડ સેન્ટર પર ગુજરાતની સરકારી શાળાઓનું લાઈવ વિડીયો પ્રસારણ જોવાના છે. ત્યારે, ગુજરાતની બે-પાંચ સારી સરકારી શાળા બતાવીને વડાપ્રધાનની આંખોમાં ધુળ નાખવાનું કામ કરશે… તેવું લાગી રહ્યું છે.

ગુજરાતની અંદર જે બે પાંચ સારી સરકારી શાળાઓ વડાપ્રધાનશ્રીને બતાવીને એમને છેતરવાનું કામ ભાજપના શિક્ષણમંત્રી કરશે. ગુજરાતની ખરાબ સરકારી શાળાઓની હાલત છુપાવીને ભાજપના મુખ્યમંત્રી અને ભાજપના શિક્ષણમંત્રી આપણા દેશના વડાપ્રધાનને છેતરી ન જાય તે માટે આમ આદમી પાર્ટીએ એક વ્હોટસએપ નંબર (૯૫૧૨૦ ૪૦૪૦૪) જાહેર કર્યો છે. -આર કે સાનેપરા, આમ આદમી પાર્ટી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *