વિજય સુવાળા એ ભાજપમાં જોડાવા માટે લીધા કેટલા કરોડ? જાણો આમ આદમી પાર્ટીના આઈટી સેલ દ્વારા શું પુરાવા આપવામાં આવ્યા

ગુજરાત આમ આદમી પાર્ટીને ગઈકાલે વિજય સુવાળા(Vijay Suvada) અને મહેશ સવાણીએ(Mahesh Savani) જે રીતે ઝટકો આપ્યો તે ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો માં હાહાકાર મચી ગયો છે. તેને લઈને પ્રદેશ પ્રમુખ ઇટાલીયા(Gopal Italia) એ મોડી રાતે એક મિટિંગ બોલાવી હતી અને બધા કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ મીટિંગ દરમિયાન આપ ના આઈટી સેલ દ્વારા એક એવો મેસેજ ફેલાવવામાં આવ્યો છે, જેમાં વિજય સુવાળા અને સી.આર.પાટિલ(C R Patil) પર સંગીન આરોપ મુકવામાં આવ્યા છે. જેની પુષ્ટિ ત્રિશુલ ન્યુઝ(Trishul News) કરતું નથી, પરંતુ આ મેસેજ વાયુવેગે whatsapp યુનિવર્સિટીમાં વાયરલ થઇ રહ્યો છે. શું છે આ મેસેજ? વાંચો:

આમ આદમી પાર્ટીના વિજય સુવાળા આજે બપોરે ગાંધીનગર ખાતે કમલમમાં ભાજપ પાર્ટી જોઈન કરી તેવા સમાચારોની અટકળ વચ્ચે એક સનસનીખેજ ભરી ખાનગી માહિતી અને ચચાઁ ચાલી રહી છે.

વિજય સુવાળા આપ પાર્ટી છોડવા પાછળનું જવાબદાર કારણ સી.આર.પાટીલ અને જીતુ વાઘાણી છે.

અંગત સૂત્રો પાસેથી મળેલી ખાતરીબંધ પાક્કી માહિતી પ્રમાણે ગત તા: 9/1/22 ના રોજ વિજય સુવાળા તેના અંગત માણસ વિષ્ણુ રબારી નામના વ્યક્તિ સાથે સુરત સી.આર.પાટીલની ઓફિસમાં રૂબરૂ મુલાકાત કરેલ હતી.

અંગત સૂત્રોએ આપેલ માહિતી પ્રમાણે વિજય સુવાળા સ્પેશિયલ અમદાવાદથી સુરત સી.આર.પાટીલને મળવા આવ્યા હતા તારીખઃ9/1/22 ના રોજ બપોરના સમયે પાટીલની ઓફિસ ખાતે લગભગ પોણો કલાક મિટિંગ કરી હતી. આ સમયે સી.આર.પાટીલની ઓફિસમાં MLA સંગીતા પાટીલ તેમજ સુરતના સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનશેરીયા પણ ઉપસ્થિત હતા. વિજય સુવાળા આવ્યા પછી પ્રફુલ્લ પાનશેરીયા નીકળી ગયેલ હતા.

જાણવા મળેલ માહીતી પ્રમાણે વિજય સુવાળાને આમ આદમી પાર્ટી છોડવા માટે દસ કરોડ રૂપિયાની ડીલ થઈ છે તેમજ વિજય સુવાળાના નજીકના ખાસ વ્યક્તિ વિષ્ણુ રબારી દ્વારા પૈસા ચુકવવાની જવાબદારી સુરતથી જ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલને સોંપવામાં આવી છે તેવુ આધારભુત સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

જો કે વિજય સુવાળાને જીતુ વાઘાણી સાથે છેલ્લા ઘણા સમયથી અંગત સંબંધ હતા તેમજ નિયમિત રીતે વ્હોટસએપ કૉલથી જીતુ વાઘાણી સાથે વાતચીત કર્યા કરતા હતા. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં રહીને વિજય સુવાળા પાર્ટીની વાતો સી.આર.પાટીલ અને જીતુ વાઘાણી સુધી પહોંચાડતા હતા.

અંગત સૂત્રોએ દાવા સાથે કહ્યું છે કે, દસ કરોડ લઈને પાર્ટી છોડવાની વાત ખોટી હોય તો વિજય સુવાળાની છેલ્લા બે મહિનાની વ્હોટસએપ કોલ ડિટેઈલ કાઢવામાં આવે તો સત્ય સામે આવી જાય. આ સિવાય તા.9/1/22 ના રોજની કોલ ડિટેઈલ કાઢવામાં આવે તો વિજય સુવાળાના આખા સ્ટંટનો ભાંડો ફૂટી જાય એમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *