હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે લોકોને રેમડેસીવીર ઇન્જેક્શનની ખુબ જ જરૂર પડી રહી છે. ગુજરાત સરકારને નથી મળી રહ્યા એ કોરોના સારવારમાં મદદરૂપ રેમડેસીવીર ઇન્જેક્શન સી આર પાટીલે સુરતમાં ફ્રી માં આપતા વિવાદ સર્જાયો હતો. સુરત સહીત ગુજરાતના તમામ શહેરોમાં આ ઇન્જેકશનની માંગ ખુબ વધી છે, ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આ ઇન્જેક્શન લાઈનમાં ઉભા રહ્યા સિવાય મળતા નથી જયારે કેટલાય લોકોને લાઈનમાં ઉભા રહેવા છતાં ઇન્જેક્શન વગર ખાલી હાથે જવું પડે છે.
ત્યારે સવાલ એ છે કે, આ ઇન્જેકશન સી આર પાટીલ પાસે ક્યાંથી આવ્યા તે સવાલો થઇ રહ્યા છે. ત્યારે હવે સુરત ઉમરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પ્રદેશ પ્રમુખના સમર્થનમાં આક્રમકતા સાથે કુદી પડ્યા છે અને બેફામ આક્ષેપો કરીને આપ ના નેતાઓને ઇન્જેક્શન બાબતે ઓપન ડીબેટ કરવાનું આમંત્રણ આપી બેઠા છે. ત્યારે આ ચેલેન્જને આપ ના નેતાઓએ સ્વીકારી લઈને હર્ષ સંઘવીને ગુગલી ફેંકી છે.
ઉમરાના ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી દ્વારા AAPના પ્રતિનિધીને જાહેરમાં ડિબેટ કરવા ફેંકાયેલ પડકારને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રવક્તા શ્રી યોગેશ જાદવાણી દ્વારા સ્વીકાર કરાયાને 48 કલાક વિતી ગયા હોવા છતાં પણ સંધવી ડિબેટમાં આવવાથી ડરીને ભાગી રહ્યા છે એટલે હવે સંધવી સહિત ભાજપના 2 પ્રતિનિધીઓ પધારે તો પણ AAP દ્રારા સ્વીકાર્ય છે.
સત્તાના બળે બજારમાં અને સરકારી દવાખાનામાં ઈન્જેક્શનની કૃત્રિમ તંગી ઉભી કરીને ભાજપના કાર્યાલય ઉપર દર્દીના સગાઓ સાથે ફોટા પડાવી વાહવાહી મેળવવાના તાયફા કરતી વખતે ખુલ્લા પડી ગયેલા સી.આર.પાટીલ & કાળાબજાર કંપનીના સભ્ય એવા સુરત શહેર મજુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી પોતાની નિષ્ફળતા છુપાવવા રઘવાયા થઈને વિરોધ પક્ષો વિરુદ્ધ ખોટા બુમ-બરાડા પાડી અને બકવાસ કરી, બેહુદી અને બિભત્સ ભાષાનો ઉપયોગ કરી, ચોરી કરતા પકડાઈ જવાથી સિનાચોરી કરી સહાનુભુતિ મેળવવાના બદઈરાદે આમ આદમી પાર્ટીના પ્રતિનિધીને કોરોના ઈન્જેક્શન બાબતે જાહેરમાં ડિબેટમાં આવવાની તારીખ ૧૧/૪/૨૧ના રોજ ચેલેન્જ ફેંકેલ હતી.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રવક્તા શ્રી યોગેશ જાદવાણીએ આ ચેલેન્જને તારીખ ૧૧/૪/૨૧ ના રોજે જ સ્વીકાર કરી લીધી હતી અને વિનંતી સાથે જણાવ્યું હતું કે, આદરણીય ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી તેમના દ્વારા બોલાયેલ વાતનું પાલન કરી અને ડિબેટનું સ્થળ, સમય અને તારીખ જાહેર કરો પણ આ ચેલેન્જ સ્વીકારાયાને 48 કલાકનો સમયગાળો વિતી ગયા હોવા છતા પણ ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી ડિબેટમાં આવવાનો કોઈ જવાબ મળ્યો નથી.
વધુમાં ગુજરાત પ્રદેશ પ્રવક્તા શ્રી યોગેશ જાદવાણી જણાવું કે, હર્ષભાઈ તમો તમારી વાત પરથી ભાગી રહ્યા છો, જાહેર ડિબેટમાં આવવાની ફાંકા ફોજદારી કર્યા પછી ડિબેટમાં આવવાથી ડરી રહ્યા છો તેથી હું આપને જણાવુ છે કે, કદાચ આપને એવુ હોય કે ડિબેટમાં તમે એકલા સક્ષમતાથી જવાબ નહિ આપી શકો, તેથી તમે તમારી પાર્ટીના કોઇપણ સહયોગી કે સાથીદારને લાવી શકો છો. આદરણીય હર્ષભાઈ તમારા સહિત ભાજપના 2 પ્રતિનીધી પધારો તો પણ હું જાહેરમાં મિડીયા અને પબ્લીકની વચ્ચે આપની સાથે ડિબેટમાં ભાગ લેવા માંગુ છું, તો આપશ્રી જે પણ તારીખ, સમય અને સ્થળ જાહેર કરો ત્યા હું પધારવા કાયમ માટે તૈયાર છુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલે સી આર પાટીલે ફોડ પાડ્યો હતો કે, ‘હું પોતાની રીતે રેમડેસિવિર ઇન્જેક્શન લાવ્યો છું. રાજ્ય સરકારે કોઇ જ મદદ નથી કરી. સુરતના સેવાભાવી લોકોએ 5 હજાર ઇન્જેક્શન ખરીદ્યાં છે.’ મહત્વનું છે કે, 5 હજાર ઇન્જેક્શનની ખરીદીના મુદ્દાએ જોર પકડ્યાં બાદ સી.આર પાટીલે આ મામલે ખુલાસો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.