ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી(AAP) અને ભાજપ(BJP) ચુંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટી પોતાની સરકાર બનાવશે તેવા દાવા કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ચુંટણી પ્રચારમાં લાગી ગયા છે. ભાજપને હરાવી જીત હાંસિલ કરવા આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) અને સ્ટાર પ્રચારક હરભજન સિંહ(Harbhajan Singh) પ્રચાર મેદાનમાં ઉતરશે.
ભગવંત માન અને સ્ટાર પ્રચારક હરભજન સિંહ કરશે પ્રચાર:
જણાવી દઈએ કે, હરભજન સિંહ આજે ગુજરાત પહોંચશે તેઓ આજે બાયડમાં AAPના ઉમેદવાર ચીનુ પટેલ માટે રોડ શો યોજશે અને ત્યાર બાદ જનસભા ગજવશે. તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વ્યારામાં રોડ શો યોજાશે તેમાં ઉપસ્થિત રહેશે.
અસદુદ્દીન ઓવૈસી પણ કરશે પ્રચાર:
અમે તમને જણાવી દઈએ કે, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ આજે ગુજરાત આવી રહ્યા છે. ઓવૈસી સાંજે 7 વાગ્યે ગોધરામાં જનસભાને સંબોધશે.
સુરતમાં યોગી આદિત્યનાથ સભાને ગજવશે:
અમે તમને જણાવી દઈએ કે, સુરતમાં આજે ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્રારકામાં દર્શનાર્થે પહોંચશે ત્યારબાદ વરાછા વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજશે. અને સાંજે 6 વાગ્યે ઉમિયાધામ મંદિરથી નીકળી ને શ્યામધામ સરથાણા ખાતે સુધી રેલી કરશે. 5 કિલોમીટર લાંબી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવી શક્યતા જોવાઇ રહી છે અને યોગી આદિત્યનાથ રાપરમાં આજે રેલી યોજશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 સભાને સંબોધશે:
અમે તમને જણાવી દઈએ કે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે 3 સભાને સંબોધશે. જેમાં સવારે 11 વાગ્યે જસદણમાં, બપોરે 1 વાગ્યે પાટડીમાં અને સાંજે 5 વાગ્યે બારડોલીમાં સભા સંબોધશે. તો જેપી નડ્ડા આજે ગઢડામાં વિજય સંકલ્પ રેલીને સંબોધશે. તો યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આજે ત્રણ ચૂંટણી સભા અને એક રોડ શો યોજાશે.
PM મોદી 4 સભાને સંબોધશે:
જણાવી દઈએ કે, વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો તાબડતોબ જનસભા અને રોડ શો યોજી રહ્યાં છે. આ દરમિયાન આજે એક દિવસના વિરામ પછી PM મોદી ફરી ઝંઝાવતી પ્રચાર કરશે આજે PM મોદી મહેસાણામાં 12.30 વાગ્યે જનસભા સંબોધશે.ત્યારબાદ તેઓ બપોરે 2.30 વાગ્યે દાહોદમાં, સાંજે 4.30 વાગ્યે વડોદરાના નવલખી મેદાનમાં અને 6.30 વાગ્યે ભાવનગરમાં સભાને સંબોધશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.