સુપ્રીમ કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી.
આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી ફરી એકવાર આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી દીધી છે. સુરત રેપ કેસમાં આસારામે જામીનની માગ કરી હતી.
મામલાની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યુ કે આસારામ વિરુદ્ધ સુરતમાં ચાલી રહેલા રેપ કેસમાં અત્યારે 10 સાક્ષીઓના નિવેદન હજુ બાકી છે. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતને કહ્યુ કે હાઈકોર્ટની ટિપ્પણીથી પ્રભાવિત થયા વિના મામલાનો ઉકેલ કરે.
આજીવન કેદની સજા કાપી રહેલા આસારામની સજા પર રોક લગાવવાની અરજી 26 માર્ચ 2019એ હાઈકોર્ટે ફગાવી દીધી હતી એટલુ જ નહીં, હાઈકોર્ટે આસારામની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે આસારામ પર બળાત્કાર અને હત્યાનો મામલો છે અને આ મામલે તે જેલમાં કેદ છે. રાજસ્થાનના જોધપુર સ્થિત પોતાના આશ્રમમાં વર્ષ 2013માં 16 વર્ષની એક યુવતી સાથે બળાત્કાર કરવાના મામલે જોધપુરની કોર્ટે આસારામને દોષી ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.