સૌથી ઝડપી આત્મનિર્ભર લોન આપવામાં અવ્વલ બની વરાછા કો-ઓપરેટીવ બેંક

નાના હીરા ઉદ્યોગકારો, એમ્બ્રોઇડરી યુનિટોના વ્યવસાયીઓને આત્મનિર્ભર યોજના થકી સંજીવની સમાન મદદ મળી: બેંકના ચેરમેન કાનજીભાઈ ભાલાળા

સૌથી વધુ લોન સહાય આપનાર ધી વરાછા કો-ઓપરેટિવ બેંકના ચેરમેનશ્રી ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે, લોકડાઉનમાં ત્રણ મહિના સુધી જ્યારે લોકો પાસે આવકનો કોઈ સ્ત્રોત ન હતો ત્યારે તે પછીની સ્થિતિ કેવી હશે તેનું આકલન કરીને પરિસ્થિતી અનુસાર સરકારે આત્મનિર્ભર યોજના શરૂ કરી છે. અને યોજનાના અમલની શરૂઆતથી જ નાના ધંધાર્થીઓને મદદરૂપ થવા વરાછા બેંક કાર્યરત છે.

વરાછા કો-ઓપરેટિવ બેંકે આત્મનિર્ભર યોજનામાં અપ્રતિમ સિદ્ધિ મેળવી છે. બેંકના ચેરમેન કાનજીભાઈ ભાલાળા, સ્થાપક ચેરમેન પી.બી. ઢાંકેચાની ઉમદા કામગીરી અને નાના વ્યાપારીઓને સહાયરૂપ થવાની ભાવનાને કારણે વરાછા બેંક રાજ્યભરમાં આત્મનિર્ભર યોજનામાં ઝડપી લોન આપનાર ગુજરાતની એકમાત્ર બેંક બની છે.

સામાન્ય પરિવારોને આ મુશ્કેલીના સમયમાં બેઠા કરવા અને ટકાવવા માટે આત્મનિર્ભર સહાય યોજના આશિર્વાદરૂપ સાબિત થઇ છે. અમારી બેંક દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે આ યોજનાને આવકારીને જાહેર થયાના ટૂંકા ગાળામાં લોન સહાયની ચૂકવણી કરવામાં આવી છે.

ખાસ કરીને નાના હીરા ઉદ્યોગકારો, એમ્બ્રોઇડરી યુનિટોના વ્યવસાયીઓને સંજીવની સમાન મદદ મળી છે. આ ઉપરાંત બેંક દ્વારા બ્યુટીપાર્લર, મંડપ ડેકોરેશન કોન્ટ્રાક્ટર, સ્ટુડિયો ફોટોગ્રાફર્સ, ઇલેક્ટ્રિક દુકાનદારો, હેર સલુન સંચાલકો તેમજ કર્મકાંડી બ્રાહ્મણોને પણ એકસમાન લોન સહાયનો લાભ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *