ગુજરાત(Gujarat): રાજ્યમાં ધીમે ધીમે ચકલીઓની પ્રજાતિ(sparrow species)ઓ લુપ્ત થતી જોવા મળી રહી છે. ત્યારે આ લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે સેવાભાવીઓ હાલ મેદાને આવ્યા છે. તેનો એક માત્ર ઉદેશ છે કે, ધીમે ધીમે લુપ્ત થઇ રહેલી પ્રજાતિને કઈ રીતે ટકાવી રાખવી.
જોવામાં આવે તો પૃથ્વી પર પ્રાણી, પશુ ,પક્ષી સૌનો સમાન હક અને અધિકાર છે, પરંતુ અત્યારના સમયમાં માનવીએ સવાયા બની આ પૃથ્વી પર પોતાનો અધિકાર જમાવી દીધો છે. આડેધડ જેમ ફાવે તેમ વૃક્ષોને કાપીને સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બનાવી દીધા છે અને પક્ષીઓના આશ્રયને છીનવી લેવામાં આવેલ છે એક સમયે ચારેબાજુ ચકલીઓના અવાજથી ગુંજી ઉઠતું વાતવરણ આજે સુનું થઇ ગયું છે.
એક સમયે સવારમાં જ ચકલીના અવાજથી વાતાવરણ કિલકિલાટથી ગુંજી ઉઠતું હતું. જોકે એ જ ચકલીની પ્રજાતિ હવે ધીમે ધીમે લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા ચકલી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રકારનું અભિયાન સુરતમાં શરુ થઇ ગયું છે.
આ ચકલી બચાવો અભિયાન દરમિયાન સુરતમાં એક સાથે 5000 જેટલા ચકલીઓના ઘર બનાવવામાં આવ્યા છે. જોવામાં આવે તો પ્લાસ્ટિકના ડબ્બામાંથી ચકલીઓ માટે આશરે 5000 કરતા પણ વધારે ઘર બનાવવામાં આવ્યા છે. આ ચકલીઓના આશ્રય સ્થાનને તમે પણ તમારા ઘરે વસાવી શકો છો અને એ પણ એકદમ મફત.
શરુ થયેલ આ ચકલી બચાવો અભિયાનમાં ચકલીના ધર મફતમાં તો મળશે પરંતુ લઇ ગયા પછી ફોટો પણ મોકલવાનો રહેશે. શું ખરેખર તમે ચકલીના આશ્રય સ્થાન માટે જ લઇ ગયા છવોને. જો તમે પણ ધીમે ધીમે લુપ્ત થઇ રહેલ આ પ્રજાતિને ફરી જીવિત કરવા માંગો છો તો તમે પણ તમારા ઘરમાં આ ચકલીનું ઘર વસાવી શકો છો.
ચકલી બચાવો અભિયાન દરમિયાન ચકલી ઘર મેળવવા સંપર્ક કરો:
ચકલીનું ઘર મેળવવા માટે હમણાં જ પિયુષભાઈ નાવડીયા(લુણઘરા)નો સંપર્ક કરો. તેમનો કોન્ટેક્ટ નંબર 9712771393 છે. આ નંબર પર સંપર્ક કરવાથી તમે સરળતાથી ચકલીનું ઘર મેળવી શકશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.