ચોમાસામાં માટી ભીની થઈ જવાથી તેમજ દરમાં પાણી ભરાઈ જવાને લીધે ઝેરી જીવજંતુઓ વસવાટવાળા વિસ્તારમાં આવી જાય છે. વરસાદની ઋતુમાં મોટાભાગે લોકોના ઘરમાં સાપ જોવા મળતા હોય છે. ઘણીવાર ઝેરી સાંપના ડંખ મારવાથી લોકોના મોત પણ થઈ જાય છે.
આવા સમયમાં રાત્રે બહાર નીકળતી વખતે સાવધાની રાખવાની જરૂર રહેલી છે. સાવધાનીની સાથે જ રાત્રિ દરમિયાન પ્રકાશ ખુબ સારો હોય એ પણ ખુબ જરૂરી છે. સામાન્ય વસ્તીમાં તો છોડો મુખ્યમંત્રી આવાસમાં પણ ઝેરી સાંપ ભરાઈ જાય છે. આવું જ કંઈક થયું છે મુખ્યમંત્રીનાં આવાસ પર.
છત્તીસગઢના CM ભૂપેશ ભઘેલના રાયપુર સ્થિત સરકારી બંગલામાંથી કુલ 13 ધામણ તેમજ કોબરા જેવા ઝેરી સાંપ કાઢવામાં આવ્યા છે. વરસાદમાં મુખ્યમંત્રી આવાસ સહિત શહેરની અનેકવિધ કોલોનીમાંથી સાંપ નીકળી રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં ગીચ વસ્તીવાળા વિસ્તારમાંથી હજારથી વધુ સાંપ પકડીને જંગલોમાં છોડવામાં આવ્યા છે.
સ્નેક હેલ્પલાઈન કન્ઝર્વેશન સોસાયટીના સાજિદ ખાન જણાવે છે કે, જૂન તથા જુલાઈ માસમાં મુખ્યમંત્રી આવાસ પરથી કુલ 13 સાંપ પકડવામાં આવ્યા છે.
જેમાં ધામણ, કોબરા (નાગ) તથા અઢોસિયા જેવા કેટલીક પ્રજાતિના સાપનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી આવાસ પર અઠવાડિયામાં ફક્ત 2-3 વખત આવે છે. ગત વર્ષે અહીંથી 25 સાંપ પકડાયા હતા તેમજ વિવિધ જગ્ગયા પરથી હજાર જેટલા સાંપ પકડાયા છે.
સાપોને પકડવા માટે દરરોજ 4-3 કાલ આવી આવી રહ્યા છે. સૌથી વધુ સાંપ સિવિલ લાઇનના મંત્રી બંગલા, ઓફિસર કોલોની, WRS કોલોની, દલદલ સિવની, પંડિત રવિશંકર શુક્લ યુનિવર્સિટી વિસ્તાર, ભાઠાગાંવ અમલીડીહ, ડૂંડા વગેરે વિસ્તારમાંથી નીકળી રહ્યા છે.
અજગર મોટા ભાગે સેજબહાર, કમલ વિહાર, ડૂંડા, અમલેશ્વર વિસ્તારમાં જોવા મળે છે તેમજ રસલ વાઈપરની સંખ્યા ખુબ વધુ રહેલી છે. ગત દિવસોમાં DRS કોલોનીમાંથી મિલ સક્સેનામાં એક સાથે કુલ 14 સાંપ પકડવામાં આવ્યા હતા. તેઓ ખૂબ જ ખતરનાક રીતે હુમલો કરે છે તેમજ તે પાંચ ફૂટના અંતરથી ડંખ મારી લે છે. સાપ એક વખતે શરીરમાં 120-250 મિલિગ્રામ સુધીનું ઝેર છોડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.