ત્રણ વર્ષની બાળકીના ગાળામાં ફસાઈ ‘સેફ્ટી પિન’ -તરફડિયાં મારી રહેલી બાળકીને અમદાવાદ સિવિલે ઉગારી લીધી

અમદાવાદ(ગુજરાત): 3 વર્ષની એક બાળકીએ રમત રમતમાં મોંઢામાં નાખેલી સેફ્ટી પિન સ્વરપેટીના સ્વરતંતુમાં ફસાઇ જતાં બાળકી શ્વાસ લેવા માટે તરફડિયા મારતી હતી તેવી હાલતમાં સોલા…

અમદાવાદ(ગુજરાત): 3 વર્ષની એક બાળકીએ રમત રમતમાં મોંઢામાં નાખેલી સેફ્ટી પિન સ્વરપેટીના સ્વરતંતુમાં ફસાઇ જતાં બાળકી શ્વાસ લેવા માટે તરફડિયા મારતી હતી તેવી હાલતમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના ઇએન્ડટી વિભાગના તબીબોની ટીમે સફળતાપૂર્વક સેફ્ટી પિન કાઢીને બાળકીનો જીવ બચાવ્યો છે.

સોલા સિવિલના ઇએન્ડટી વિભાગના વડા ડો. નીના ભાલેડિયાના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે 3 વર્ષની બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાને કારણે તરફડિયા મારતી હાલતમાં હોસ્પિટલના ઇએન્ડટી વિભાગમાં લવાઇ હતી. માતા-પિતાને પૂછતા બાળકી રમતા રમતા સેફ્ટી પિન ગળી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અમે તાત્કાલિક બાળકીને ઓપરેશન થિયેટરમાં લઇને તપાસ કરતાં સેફ્ટી પિન સ્વરપેટીમાં સ્વરતંતુ પાસે ફસાઇ જવાને કારણે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

જેથી મારી સાથે ડો. સિમ્પલ બદાનીયા અને ટીમે બાળકીને બેભાન કરીને સફળતા પૂર્વક સેફ્ટી પિન બહાર કાઢી હતી. આ પ્રકારની પ્રોસિજરમાં તબીબનો અનુભવ અને તાત્કાલિક નિર્ણયથી નાની ભૂલથી પણ બાળકનું ઓપરેશન ટેબલ પર જ મોત થઇ શકે છે.

શ્વાસનળી મનુષ્યના ગળામાં શ્વાસ લેવાનું અને બોલવાનું એમ બે અગત્યના કામ કરે છે. જયારે પુખ્ત વ્યકિત કરતાં બાળકોની શ્વાસનળી અને સ્વરતંતુ પ્રમાણમાં નાનો હોય છે, જેથી જયારે કોઇપણ વસ્તુ, ખોરાક અથવા કોઇ ધાતુ અટકી જાય ત્યારે શ્વાસોશ્વાસની સમસ્યા સર્જાતા શ્વાસ લેવા માટે તરફડિયા મારે છે. જેથી તેને તાત્કાલિક કાઢવી મહત્વની બને છે.

બાળકના ગળામાં રહેલી સ્વરપેટી અને સ્વરતંતુ ઘણાં જ નાજુક હોય છે. જેથી સર્જરી સમયે નાની ભૂલથી પણ ગળામાં ઉતારેલા સાધનથી સ્વરપેટી કે સ્વરતંતુને નુકસાન થતાં બાળકનું ઓપરેશન ટેબલ પર જ મોત નીપજી શકે છે. જો સ્વરતંતુમાં ફસાયેલી વસ્તુ કાઢતી વખતે ઘસરકો પડવાથી સોજો આવી શકે છે, અને 6થી 24 કલાકમાં બાળકનું મૃત્યુ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *