સાવધાન! આ એક ભૂલના કારણે બોમ્બની જેમ ફાટ્યું AC; જુઓ બ્લાસ્ટનો ભયાનક વિડીયો

AC Compressor Blast: દેશના અનેક રાજ્યોમાં ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે. આકરા તાપ અને ગરમીના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. જો કે આ દરમિયાન એસી બ્લાસ્ટની ઘટનાઓ પણ સતત વધી રહી છે. એક તરફ હજુ લોકો રાજકોટ અગ્નિકાંડના આઘાતમાંથી બહાર નથી આવતા ત્યારે હવે પંજાબમાં ઘરની છત પર રાખવામાં આવેલ આઉટડોર એસી બોમ્બની(AC Compressor Blast) જેમ ફાટ્યું છે. હાલમાં પંજાબના એક ઘરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આઉટડોર એસી બળી રહ્યું છે.જેના કારણે ભારે અફરાતફરી મચી જવા પામી છે.

AC આઉટડોર યુનિટમાં આગ લાગી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડિયો પંજાબના રોપર જિલ્લાનો છે, જેમાં ACનું આઉટડોર યુનિટ તડકાની વચ્ચે સળગતું જોવા મળે છે. આ વીડિયો વિવેક સિંહ નામના યુઝરે પોતાના એક્સ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં હાજર વ્યક્તિ કહી રહ્યો છે કે AC યુનિટમાં કોઈ સ્ટેબિલાઈઝર લગાવવામાં આવ્યું ન હતું, જેના કારણે આઉટડોરમાં આગ લાગી હતી.

આ કારણે AC ફાટે છે
વીડિયોના કેપ્શનમાં વિવેક સિંહે લખ્યું છે કે પંજાબના રોપરથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભારે ગરમીને કારણે એસી સળગતું જોવા મળી રહ્યું છે. પરંતુ આ સિવાય એસી ફાટવાના અન્ય કેટલાક કારણો પણ છે. જેમ કે વર્તમાનને સંતુલિત કરવા માટે સ્ટેબિલાઇઝર ઇન્સ્ટોલ ન કરવું. AC યુનિટને સૂર્યપ્રકાશથી બચાવવા માટે પ્લાસ્ટિકનો શેડ ન હોવો અને કલાકો સુધી સતત ACનો ઉપયોગ કરવો.

ACને વિસ્ફોટથી કેવી રીતે બચાવવું?
ગરમ જગ્યા પર એસીના આઉટડોરને ના રાખવું જોઈએ.
કોપર વાયરનો ઉપયોગ કરો.
AC માં હાજર એર ફિલ્ટરને મહિનામાં એકવાર સાફ કરો.
લાંબા સમય સુધી AC નો ઉપયોગ ન કરો.